ચાણસ્માનાં મણીયારીનાં ખેડૂતે રૂ. પાંચ લાખની લોન મેળવવા રૂ.1.85 લાખ ગુમાવ્યા

પાટણ
પાટણ

ચાણસ્મા તાલુકાનાં મણીયારી ગામનાં એક ખેડૂતને એક મોબાઇલ ધારકે ફેસબુક ઉપર ‘રિલાયન્સ કેપીટલ, અનીલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ’ નામથી લોન આપવાની જાહેરાત કરીને 1.85 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉપરોક્ત કંપનીની જાહેરાત અપલોડ કરીને રૂ.5 લાખની લોન આપવાની લાલચ આપીને ખેડૂતનો સંપર્ક કરીને તેના ડોક્યુમેન્ટ મંગાવી લોન મંજૂર કર્યાનો લેટર મોકલ્યો હતો. ફોન કરનારે જૂદા જૂદા મોબાઇલ નંબર પરથી એકાઉન્ટન્ટ અને મેનેજર તરીકેની ઓળખ આપીને વાત કરીને લોન મંજૂર કરવાનાં ફાઇલ ચાર્જ અને ઇન્સ્યોરન્સ પેપર ચાર્જ વિગેરે ચાર્જ પેટે અલગ અલગ રૂ. 1 લાખ 85 હજાર 579ની રકમ ખેડૂતના ખાતામાંથી ટ્રાન્સફર કરાવીને ખેડૂતને લોન નહિં આપીને છેતરપિંડી કરી હતી. જે અંગે ખેડૂતો ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.