૧૬ વર્ષની દીકરીને રડતી મૂકીને જતાં રહ્યા સોનાલી ફોગટ

Other
Other

મુંબઈ,  વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસના એક્સ-કન્ટેસ્ટન્ટ, ભાજપ નેતા અને એક્ટ્રેસ સોનાલી ફોગટ આ દુનિયામાં રહ્યા નથી. માત્ર ૪૧ વર્ષની વયે હાર્ટ અટેક આવતાં તેમણે સોમવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા. સાવ નાની વયે અવસાન થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. સોનાલી ફોગટ, જેઓ બિગ બોસ ૧૪માં ખૂબ ઓછા દિવસ માટે જાેવા મળ્યા હતા, તેમનું નિધન થયું ત્યારે ગોવામાં હતા. તેમની સાથે ગોવામાં તેમનો સ્ટાફ પણ હતો. સોનાલી ફોગટનો જન્મ ૨૧ ડિસેમ્બર, ૧૯૭૯ના રોજ હરિયાણાના ફતેહાબાદમાં થયો હતો. તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો.

તેમને એક દીકરી પણ છે, જેનું નામ યશોધરા ફોગટ છે. વર્ષ ૨૦૧૬માં સોનાલી ફોગટ તે સમયે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે તેમના પતિ સંજયનું ફાર્મ હાઉસમાં શંકાસ્પદ સ્થિતિમાં નિધન થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતા. પતિનું આકસ્મિક મોત થતાં સોનાલી ફોગટ તૂટી ગયા હતા. ત્યારબાદ તેમણે દીકરીને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો. ગત ૬ વર્ષથી સોનાલી ફોગટ એકલાહાથે દીકરીનો ઉછેર કરતા હતા. સોશિયલ મીડિયા પરની પોસ્ટ પરથી તમે જાેઈ શકો છો કે સોનાલી ફોગટ તેમની દીકરી યશોધરાની ખૂબ નજીક હતા. ૧૬ વર્ષની યશોધરાની સ્થિતિ તમે સમજી શકો છો કારણકે, હવે તેનો પરિવાર જાણે વિખેરાઈ ગયો છે.

તારીખ ૭ ઓગસ્ટે જ સોનાલી ફોગટે દીકરી યશોધરાની બર્થડેનું મોટાપાયે સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે યશોધરાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે માતા સોનાલી ફોગટ સાથેનો આ તેનું અંતિમ બર્થડે સેલિબ્રેશન હશે. સોનાલી ફોગાટના પરિવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમની બહેને જણાવ્યું કે તેણે સોનાલી સાથે બે દિવસ પહેલા વાત કરી હતી.

સોનાલીએ તેને કહ્યું હતું કે તે શૂટિંગ માટે ગોવા જઈ રહી છે. તેણીએ કહ્યું હતું કે તે ૨૭મીએ પરત આવશે. માતાએ સોનાલી સાથે છેલ્લી વાર વાત પણ કરી હતી. બહેને જણાવ્યું કે સોનાલીએ લગભગ ૧૧ વાગે માતા સાથે વાત કરી હતી. સોનાલીએ તેમને કહ્યું કે મારા શરીરમાં કંઈક ગરબડ લાગી રહી છે. જાણે કોઈ મારા પર કંઈક કરી રહ્યું હોય. કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. ભોજન લીધા પછી કંઈપણ ઠીક નથી લાગતું. તેમણે કહ્યું કે રાત્રે આટલી બધી વાતો થઈ અને સવારે તેના ભાઈને મેસેજ મળ્યો કે સોનાલીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.