આજે અમે આપને સૌરાષ્ટ્રની 10 વિધાનસભા બેઠકો પર અપક્ષ ઉમેદવારો ભારે પડી શકે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ચાર દિવસ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પક્ષો રાત કે દિવસ જોયા વિના સભા ઉપર સભા અને રોડ શો યોજી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાતો હોય છે. તેની વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ ઘણી જગ્યાએ તેમના વર્ચસ્વ, પરિસ્થિતિને લઈને ફાવી જતા હોય છે. આજે અમે આપને સૌરાષ્ટ્રની 10 વિધાનસભા બેઠકો વિશે જણાવવા જઈ રહ્યા છે. આ બેઠકના પરિણામોમાં અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.

10 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપનો વિજય
ગત ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આ 10 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા, જ્યારે 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જોકે, આ ભાજપની 6 અને કોંગ્રેસે જીતેલી 4 બેઠકમાંથી મોટાભાગની બેઠક પર જીતના માર્જીન કરતા અપક્ષોએ મેળવલા મતની સંખ્યા વધારે હતી.

4 બેઠક પર કોંગ્રેસે મારી હતી બાજી
સૌરાષ્ટ્રની આ 10 બેઠકો વિશે વિગતવાર વાત કરીએ તો દ્વારકા, મહુવા, રાજકોટ ગ્રામ્ય, ગારીયાધાર, પોરબંદર અને બોટાદમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જ્યારે ઊના, મોરબી, તળાજા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસે બાજી મારી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ 10 બેઠકો પર 10 કરતા વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો

જીતના માર્જીન કરતા અપક્ષોને મળ્યા વધારે મત
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા બેઠક પર 13 ભાજપના ઉમેદવાર જીત્યા હતા. દ્વારકામાં જીતનું માર્જીન 5739 મતોનું હતું, આ બેઠક પર 2017માં અપક્ષોએ 5589 મત પ્રાપ્ત કર્યા હતા. આવી જ રીતે મહુવામાં 5009ની લીડ સામે અપક્ષોના ફાળે 52,815 મત હતા. તો રાજકોટ ગ્રામ્યમાં 2179ની લીડ સામે 3961 મત અપક્ષોએ મેળવ્યા હતા. આ બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

ગારીયાધાર બેઠક પર 1876ની લીડ સામે અપક્ષોને 2739 મત મળ્યા હતા. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર 1855ની લીડથી જીત્યા હતા. જોકે, અપક્ષોને 2087 મત મળ્યા હતા. બોટાદમાં પણ 14 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ બાજી ભાજપે જીતી લીધી હતી. ભાજપના ઉમેદવાર માત્ર 906 લીડથી જીત્યા હતા. જ્યારે અપક્ષોને 13,567 મતો મળ્યા હતા.

આ વખતે કેટલા ઉમેદવાર છે મેદાનમાં

બેઠક 2017ના ઉમેદવાર 2022ના ઉમેદવાર
દ્વારકા 13 13
મહુવા 10 8
રાજકોટ ગ્રામ્ય 11 14
ગારીયાધાર 10 12
પોરબંદર 11 11
બોટાદ 14 25
ઊના 10 8
મોરબી 17 8
તળાજા 10 12
વાંકાનેર 13 13

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.