ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાની શરૂઆત, આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. આ સાથે જ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં આવતી કાલથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે.

14 જૂનથી 16 જૂન દરમિયાન નવસારી, સુરત, વલસાડ સહિત આખા દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, દીવ, દમણ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, નર્મદા અને ભરૂચ વિસ્તારમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.