શાહરૂખની જવાન માટે વિજય સેતુપતિએ માગી આટલી મોટી રકમ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડના કિંગ ખાન શાહરૂખની ફિલ્મ જવાનની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એટલીના ડાયરેક્શનમાં બની રહેલી આ એક્શન ફિલ્મમાં શાહરૂખ લીડ રોલમાં છે ત્યારે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ નયનતારા પણ મહત્વના રોલમાં જાેવા મળવાની છે.

હવે, મીડિયા રિપોર્ટનું માનીએ તો આ પેન-ઈન્ડિયા ફિલ્મ માટે વિજય સેતુપતિએ કરોડો રૂપિયા ફી લીધી છે. રિપોર્ટ પ્રમાણે, વિજય સેતુપતિએ ‘જવાન’ માટે ૨૧ કરોડ રૂપિયા ફી લીધી છે. વિજય સેતુપતિએ કદાચ અત્યાર સુધી લીધેલી આ સૌથી વધુ ફી છે. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે, પહેલા વિજય આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ફી લેવાનો હતો પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘વિક્રમ’ની બહોળી સફળતા બાદ તેણે ફી વધારી દીધી છે.

રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાનની આ એક્શન ફિલ્મનો ભાગ બનવા માટે વિજયે બે ફિલ્મો જતી કરી હોવાના પણ અહેવાલ છે. રિપોર્ટનું માનીએ ‘જવાન’માં વિજયનું પાત્ર એટલું મજબૂત છે કે, તેને બીજી ફિલ્મો જતી કરવાનું દુઃખ નથી. ફિલ્મમાં વિજય વિલનના રોલમાં છે. અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાણા દગ્ગુબાતીએ પોતાના સ્વાસ્થ્ય અને તારીખોના અભાવને લીધે ‘જવાન’ છોડી દેતાં શાહરૂખ અને એટલી વિજયને લેવા માટે અધીરા થયા હતા.

વર્ષોથી શાહરૂખ અને વિજય સેતુપતિ એકબીજાના પ્રશંસક રહ્યા છે. એટલે જ જ્યારે શાહરૂખે વિજયને આ ફિલ્મની ઓફર આપી ત્યારે તે ના ન કહી શક્યો. જવાન ૨૦૦ કરોડ રૂપિયાના મેગા બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મહત્વના રોલમાં છે. શાહરૂખ છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ બાદ ફિલ્મી પડદે દેખાયો નથી. એટલે જ ફેન્સ તેની ‘જવાન’, ‘પઠાણ’ અને ‘ડંકી’ એમ ત્રણેય ફિલ્મો માટે ઉત્સાહિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.