૧૫૦ કરોડમાં રાઈટ્‌સ વેચાતા કઠપુતળી ફિલ્મને ૫૦ કરોડનો નફો થયો

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ કઠપુતળીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કઠપુતળી’નું ટ્રેલર જાેતાં એ વાતનો અંદાજ આવી જાય છે કે આ ફિલ્મમાં પોલીસ અને સિરિયલ કિલરની કહાણી છે. જેમાં અક્ષય કુમાર પોલીસના રોલમાં જાેવા મળી રહ્યો છે. ‘કઠપુતળી’ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્‌ની પ્લસ હૉટસ્ટાર પર તારીખ ૨ સપ્ટેમ્બરે રિલીઝ થશે. રિપોર્ટ મુજબ, કઠપુતળીના રાઈટ્‌સ ૧૫૦ કરોડમાં ખરીદાયા છે. જેમાં સેટેલાઈટ અને મ્યુઝિક રાઈટ્‌સ પણ સામેલ છે. ‘કઠપુતળી’નું બજેટ ૧૦૦ કરોડ રૂપિયાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી ૧૫૦ કરોડમાં રાઈટ્‌સ વેચાતા ‘કઠપુતળી’ ફિલ્મને ૫૦ કરોડનો નફો થયો છે. મતલબ કે અક્ષય કુમારે ‘કઠપુતળી’ ફ્લોપ થતી બચાવવા સમજી વિચારીને આ ર્નિણય લીધો છે.

જે તેના માટે ફાયદારૂપ સાબિત થયો છે. કઠપુતળીની વાર્તાની શરૂઆત હિમાચલના કસૌલીથી થાય છે. જ્યાં સિરિયલ કિલર બે હત્યા કરી ચૂક્યો છે અને ત્રીજી હત્યાની પણ ધમકી આપી ચૂક્યો છે. હત્યારો એટલો ચાલાક છે કે પબ્લિક પ્લેસમાં બૉડી મૂકી જાય છે. ત્યારે ‘કઠપુતળી’ની વાર્તામાં હત્યારાની તપાસ કરાઈ રહી છે. ટ્રેલરમાં હત્યારા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. જેથી દર્શકોની ઉત્સુકતા વધે છે કે આખરે હત્યારો કોણ છે? ત્યારે પોલીસવાળાના રોલમાં અક્ષય કુમાર એવું કહેતા જાેવા મળી રહ્યો છે કે હત્યારાને પકડવા માટે પાવર નહીં પરંતુ, માઈન્ડ ગેમ રમવી પડશે. કઠપુતળી’નું ટ્રેલર સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે. જેમાં સસ્પેન્સ વધારતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવા મળે છે. ‘કઠપુતળી’માં અક્ષય કુમારનો અલગ જ અંદાજ જાેવા મળી રહ્યો છે.

‘કઠપુતળી’માં અક્ષય કુમારની સાથે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ જાેવા મળી રહી છે. ‘કઠપુતળી’ તારીખ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્‌ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. ‘કઠપુતળી’ના ડિરેક્ટર રણજીત એમ. તેવારી છે જ્યારે પ્રોડ્યુસર જેકી અને વાશુ ભગનાની છે. ‘કઠપુતળી’ની વાર્તા અને સંવાદ અસીમ અરોરાએ લખ્યા છે જ્યારે કેમેરામેન રાજીવ રવિ છે. કેનેડાનો પાસપોર્ટ હોવા છતાં અક્ષય કુમાર ભારતમાં ટેક્સ કેમ ભરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં એક્ટરે ન્યૂઝ પોર્ટલને જણાવ્યું, “મારી પાસે પાસપોર્ટ છે. પાસપોર્ટ શું છે? એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાવેલ કરવા માટે જાેઈતું ડૉક્યુમેન્ટ.

જુઓ, હું ભારતીય છું અને હું મારા બધા જ ટેક્સ અહીં ભરું છું. કેનેડામાં પણ હું ટેક્સ ભરી શકું છું પરંતુ હું મારા દેશમાં ટેક્સ ભરું છું. લોકો કેટલુંય બોલે છે અને તેમને તેની આઝાદી છે. આવા લોકોને હું માત્ર એટલું જ કહીશ કે હું ભારતીય છું અને હંમેશા ભારતીય જ રહીશ.” વર્કફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.