ફિલ્મી સીતારા સ્ટાર ડેસ્ટીનેશન

ફિલ્મી દુનિયા

સામાન્ય રીતે જાવા જઈએ તો દરેક વ્યÂક્તને હરવા ફરવાનો શોખ હોય છે અને એમાંય પોતાની પસંદની જગ્યાએ ફરવા જવાનું હોય તો એમને વધુ ગમે છે પરંતુ તમે એ જાણો છો ખરા કે, ફિલ્મી સ્ટારોની પણ પોતાની પસંદની જગ્યાએ જવાનું વધુ પસંદ હોય છે. જાકે એમને ફિલ્મનું શુટીંગ હોય ત્યારે અનેક સુંદર સ્થળોએ જવાની તક મળે છે પરંતુ તેઓ હંમેશા પોતાની પસંદગીના સ્થળે જવા માટેની તકની રાહ જાતા હોય છે. ફિલ્મી જગતમાં ઝીરો ફીગર અને બોલીવુડ સ્ટાર સૈફ અલીખાનની બેગમ કરીના કપુરને દુનિયામાં જા કોઈ સ્થળ પસંદ હોય તો તે છે Âસ્વટઝરલેન્ડ. કરીના કપુર પોતાના પતિની સાથે દર વરસે રજાના દિવસોમાં Âસ્વટઝરલેન્ડ જવા માટે તૈયાર હોય છે. અહીંયા માત્ર બીચની જ દિવાની નથી પરંતુ અહીંયાની દરેક ચીજવસ્તુની દીવાની છે કરીનાકપુર.
બંગાળી શ્યામ વર્ણ ધરાવતી બિપાશા બસુને ગોવા જવું અત્યંત પસંદ છે.કારણ કે ત્યાં મળતા દરિયાની તે ખુબ જ દિવાની છે.તે વરસમાં બેથી ત્રણ વાર ગોવા જરૂર જાય છે.
બોલીવુડનો ટાઈગર સલમાનખાનને દુબઈ ખુબ જ પસંદ છે.માત્ર સલમાનને જ નહીં પરંતુ એના નજીકના મિત્રો અને પરિવાર બધા જ દુબઈના દિવાના છે.તે દર વરસે નવા વરસની પાર્ટી દુબઈમાં પસાર કરે છે.એટલું જ નહીં સલમાનખાનને પનવેલમાં આવેલ પોતાના ફાર્મહાઉસ પર પાર્ટી કરવાનું અત્યંત પસંદ છે.એટલે તે જ્યારે પણ તક મળે ત્યારે તે ત્યાં પાર્ટી અવારનવાર યોજે છે.
મટરૂ ફિલ્મની બીજલી અને બોલીવુડ અદાકારા અનુષ્કા શર્માના લાખો દિવાના છે પરંતુ આ બિલ્લીનું મન ડોલે છે. પોતાના દેશની હસીનવાદીઓ પર. દેશના સુંદર રમણીય પર્વતીય વિસ્તાર પર, વિશેષ કરીને હિમાલયની આસપાસની જગ્યા એને સૌથી વિશેષ પસંદ છે.ત્યાંની ઠંડક અને પ્રાકૃતિક દ્રશ્ય એને ખુબ જ લલચાવે છે. કહેવાય છે કે ઈન્સાન ભલે ગમે ત્યાં રહેતો હોય પણ તે પોતાની જન્મભૂમિને અને ત્યાં પસાર કરેલ દિવસોને કયારેય ભુલી શકતો નથી. આવું જ કાંઈક લાખોના દિલો પર રાજ કરવાવાળી માસુમ અને કમસીન અદાકારા કૈટરીના કૈફનું છે. જે લંડન પહોંચવા માટે કયારેય હાથમાં આવેલી તક ગુમાવતી નથી. તક મળતાં જ તે લંડન પહોંચી જાય છે. ત્યાં એની મમ્મી રહે છે. જ્યાં એનું બાળપણ લંડનની ખે ખુબસુરત વાદીઓમાં પસાર થયું છે. એટલે સુધી કે તે દુનિયાના કોઈપણ ખૂણામાં કેમ ન હોય પણ ક્રિસમસના પર્વ પર તેની હંમેશા કોશીશ એ રહે છે કે તે ક્રીસમસના એક અઠવાડીયા પહેલાં પોતાના ઘેર પહોંચી જાય.
કીંગફીશર ગર્લ અને બોલીવુડ એકટ્રેસ દીપીકા પાદુકોણને બીચ પર જવાનું અત્યંત પસંદ છે. ફ્રેન્ચ રાઈવીરીયા એનું પસંદગીનું બીચ છે.
બોલીવુડમાં પોતાની એકટીંગનો જલવો બનાવનારી આ જંગલી બિલ્લીને દુનિયામાં જા કોઈ સ્થળ પસંદ હોય તો તે છે થાઈલેન્ડ. ત્યાંના ક્રીકેટ બીચ પર જઈને સમય વીતાવવો પ્રિયંકાને અત્યંત પસંદ છે. એનું કહેવું છે કે, ત્યાં એને શાંતી મળે છે. જેની તે હંમેશા તલાશ કરે છે.થાઈલેન્ડના પ્રતિ પ્રીયંકાની દીવાનગી એટલે સુધી છે કે તે જ્યારે પણ એને તક મળે ત્યારે તે પોતાની જાતને ત્યાં જતી રોકી શકતી નથી.
બોલીવુડ સ્ટાર જ નહીં પરંતુ નિર્માતા નિર્દેશક પણ ખુબસુરત વાદીઓના દિવાના છે. એવા કેટલાક દિવાનાઓમાંના એક નિર્માતા નિર્દેશક કરણ જાહર પણ છે. જે અન્ય નિર્માતાઓની અપેક્ષા ઉંમરમાં ઓછા નથી અને જેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને અનેક હીટ ફિલ્મો આપી છે જે સુપરહીટ થઈ છે. કરણને ન્યુયોર્ક એટલું બધું પસંદ છે કે તે પોતાની વધુ પડતી ફિલ્મોનું શુટીંગ ત્યાં જ કરવાનું પસંદ કરે છે. ‘કભી અલવિદા ના કહેના, કલ હો ન હો અને માઈ નેમ ઈઝખાન’ જેવી સુપરહીટ ફિલ્મોનું શુટીંગ એમણે ન્યુયોર્કમાં જ કર્યું છે.
હિમાચલ ગર્લ અને લેડી ગેંગસ્ટર કંગના રણાવત શરૂઆતથી જ સારી જીંદગી, સારૂં ખાવાનું અને સારાં વ†ોની દિવાનગી રહી છે અને આ બધુ એને મળે છે. પેરીસમાં આજ કારણોસર આ લેડી ગેંગસ્ટરને પેરીસ અત્યંત પસંદ છે.
કૈટરીના કૈફની જેમ જ બોલીવુડ બાદશાહ અને ડીમ્પલ બોય શાહરૂખખાન પોતાના પરિવારને અત્યંત પ્રેમ કરે છે.એનો પરિવાર જયાં હોય છે તે જ એનું પસંદગીનું સ્થળ હોય છે.શાહરૂખખાનને લંડન અત્યંત પસંદ છે. કારણ કે ત્યાં એનો પુત્ર આર્યન ભણી રહ્યો છે. ‘જબ તક હૈ જાન’ ફિલમની શુટીંગ સમયે શાહરૂખ ખાનને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાની સારી તક મળી હતી.

 

-કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.