શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે,’ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે તો કહેજો થરાદથી આવું છું, એટલે પેલો સેલ્યૂટ મારીને કહેશે, ‘સારું… જવા દો’

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠામાં  શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ‘મારા કાર્યકર્તાઓને કોઇ રંજાડશે તો એ મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો.’ ત્યારે આજે ચૌધરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દબંગાઇથી કહે છે કે, ‘ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે તો કહેજો થરાદથી આવું છું, શંકરભાઈને ત્યાંથી આવું છું. એટલે પેલો સેલ્યુટ મારીને કહેશે સારુ જવાદો… ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે…’

શંકર ચૌધરી અત્યારે ગામડે ગામડે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે એક સભા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘હું બધાને ભરોસો આપું છું કે હું એકપણ એવું કામ નહીં કરું કે તમારું માથું શરમથી નીચે નમી જાય. હું એવા કામ કરીશ કે તમે ગૌરવ લઇ શકો. તમે બહાર ગયા હશો અને કોઇ પૂછશે ક્યાંથી આવો છો? અને તમે કહેશો થરાદથી આવું છું. તો સામેવાળો કહેશે શંકરભાઈ ધારાસભ્ય છે ત્યાંથી આવો છે એમને.. તમે આટલું ગૌરવ લઇ શકશો. તમે ક્યાંય પણ રસ્તા ઉપર જતા હશો, મહેસાણામાં કે ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે અને તમે કહેશો થરાદથી આવું છું, શંકરભાઇને ત્યાંથી આવું છું… એટલે પેલો સેલ્યુટ મારીને કહેશે સારુ જવાદો. ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને ક્યાંય પણ નહીં રોકે..’ મારે એક એક નાગરિકને ગૌરવ અપાવવું છે. હું ના હોઉ તો પણ તમારૂ કામ થઇ જાય, વાવમાં અત્યારે હું નથી તો પણ નામથી કામ થઇ જાય છે. થરાદમાં આપણા સાંસદ પરબતભાઈ પટેલે ઘણા વર્ષોથી વિકાસ નવી એક યાત્રા ચાલુ કરી છે, નર્મદાનું પાણી, સ્કૂલો, કોલેજ જેવા અનેક વિકાસના કામ કર્યા છે. જેને આપણે આગળ લઇ જવા છે.

બે દિવસ પહેલાં પણ શંકર ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘કામ કરતાં કરતાં મારા કોઇ કાર્યકર્તાને, પ્રજાને કોઇ રંજાડવાનો પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે નહીં મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો. તમે કાર્યકર્તાને એકલો ના ગણો એમની સાથે હું છું. આ ‘બી’ પાવર સાથે કાર્યકર્તાઓને કહું છું કે તમને કોઇ મુશ્કેલી પડશે તો અડધી રાત્રે માથુ આપવાવાળો માણસ છું. પ્રજાના ભલા માટે કામ કરતા હોઇએ અને એવું કહે છે કે તમે બહું દોડો છો. કેમ ન દોડીએ? ચૂંટણી લડીએ છીએ, એટલા માટે દોડીએ છીએ. તમને જો કોઇ એવું કહે તો સીધી વાત મને કરજો. એમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા કરીશું.’

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.