ભારતીય મેન્સ બેડમિંટન ટીમ 11 વર્ષ બાદ થોમસ કપની ક્વાર્ટર ફાઈનલમાં પહોચી

Sports
Sports 27

ભારતીય મેન્સ બેડમિંટન ટીમે શાનદાર દેખાવ જારી રાખતાં નેધરલેન્ડ બાદ તાહિતીને પણ 5-0થી સજ્જડ પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મેન્સ ટીમે થોમસ કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત 11 વર્ષ બાદ થોમસ કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ભારતની મહિલા ટીમ અગાઉ ઉબેર કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. જે આખરી લીગ મેચમાં થાઈલેન્ડ સામે 0-5થી હારી ગઈ હતી. સાયના-સિંધુ વિનાની ભારતીય મહિલા ટીમે પ્રથમ મેચમાં સ્પેનને 3-2થી હરાવ્યું હતુ. જે પછી સ્કોટલેન્ડ સામે 4-1થી વિજય મેળવ્યો હતો. બી.સાઈ પ્રણિતે લોઈસ બેઉબોઈસને 21-5,21-6થી હરાવીને ભારતને તાહિતી સામેની બીજી ગ્રૂપ મેચમાં 1-0થી સરસાઈ અપાવી હતી. જે પછી સમીર વર્માએ રેમી રોસીને સીધી ગેમ્સમાં 21-12થી પરાસ્ત કર્યો હતો. કિરન જ્યોર્જે ભારતની જીત સુનિશ્ચિત કરતાં 21-4,21-2થી ઈલિસ મોઉબ્લાન્કને મહાત કર્યો હતો. ક્રિશ્ના પ્રસાદ અને વષ્ણુ વર્ધનની જોડીએ 21-8,21-7થી ડબલ્સ મેચ જીતી હતી. જ્યારે આખરી મેચમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડીએ માઉઉબ્લાન્ક અને હેઈવા વોનેટને 21-5,21-3થી પરાજીત કર્યા હતા. ભારત આખરી ગ્રૂપ મેચમાં ચીન સામે ટકરાશે. સિંધુ અને સાયનાની ગેરહાજરીમાં શાનદાર દેખાવ કરનારી ભારતની મહિલા ટીમને ઉબેર કપમાં ત્રીજી ગ્રૂપ મેચમાં થાઈલેન્ડ સામે ૦-5થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતની માલવિકા બાંસોદને 15-21,11-21થી થાઈલેન્ડની પોર્નાપાવી ચોચોવોંગે હરાવી હતી. અશ્વિની અને એન.સિક્કી રેડ્ડીની જોડીનો જોન્ગકોલ્ફાન કિટિથારકુલ અને રાવિન્દા પ્રાજોન્ગજાલ સામે 16-21,12-21થી પરાજય થયો હતો. અદિતી ભટ્ટનો બુસાનાન ઓન્ગબામુ્રન્ગફાન સામે 16-21,21-18,15-21થી સંઘર્ષમય પરાજય થયો હતો. ત્રિષા જોલી અને ગાયત્રી પુલેલાની જોડીનો પુટ્ટિતા સુપાર્જીરાકુલ અને સાપ્સિરી તાઈરાટ્ટનચાઈ સામે 21-17,21-16થી પરાજય થયો હતો. જ્યારે આખરી લીગ મેચમાં ગુજરાતની તસ્નીમ મીરનો 19-21,15-21થી સુપાનિન્દા કાટેથોંગ સામે પરાજય થયો હતો. આ સાથે ભારત ૦-5થી હાર્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.