Rakhewal | 29-09-2020 Headlines

https://youtu.be/5SaBhBloZ9A
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસડેરીની ચૂંટણીમાં ૩૭ ઉમેદવારી ફોર્મ ભરાયા, ૧૬ માંથી ૯ બેઠકો બિનહરીફ થઈ.

આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ : ૭ આરોપીઓ ઝડપાયા, એલ.સી.બી.પોલીસે રૂ.૬.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ડીસા – ભીલડી હાઇવે ઉપર બે બાઇક સવાર ઘવાયા, હાઇવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત.

ભાભર તાલુકાની જાસનવાડા નવા પ્રાથમિક શાળામાં રૂ.૪૯,૯૦૦ ની ચોરી થતાં ચકચાર, શૈક્ષણિક હેતુ માટેની વસ્તુઓ ચોરાઈ.

ધાનેરામાં છેતરપીંડીનો વધુ એક બનાવ, ચોરીનું મોટરસાઇકલ મૂકી એલઇડી ટીવી લઈ ગઠિયો ફરાર.

ઊંઝામાં રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, ૧.૮૮ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

ગુજરાતની 8 અને MPની 16 બેઠકની પેટાચૂંટણી જાહેર, 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે મતગણતરી યોજાશે.

ગુજરાતમાં નવરાત્રી નહીં થાય, પણ એ જ સમયે પેટાચૂંટણીનો પ્રચાર કરવા રાજકીય પક્ષને છૂટ આપવામાં આવી.

આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીની રેગ્યુલર ઓનલાઈન ટેસ્ટ શરૂ થશે.

દેશમાં અત્યાર સુધીમાં 61.43 લાખ કેસ : મુંબઈ ચોથો જિલ્લો, જ્યાં દર્દી 2 લાખને વટાવી ગયા.

ચીન સરહદે ભારતે બ્રહ્મોસ, આકાશ અને નિર્ભય મિસાઇલો તહેનાત કરી.

અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કોર્ટની રોક.

વિશ્વમાં 10 લાખથી વધુ લોકોનાં મૃત્યુ ; લંડન સહિત બ્રિટનના કેટલાક ભાગમાં ફરી લાગી શકે છે લોકડાઉન, ચીને લોકોને અસુરક્ષિત વેક્સિન આપી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.