Rakhewal | 28-09-2020 Headlines

https://youtu.be/4nuwz-UfCx0
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસડેરીની ચૂંટણી માટે વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું : ધારાસભ્યો સહીત અગ્રણીઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ પણ કોરોના પોઝિટિવ : સંપર્કમાં આવેલા લોકોને શોધવાની આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ.

દિયોદર તાલુકાના રૈયા ગામે બે જૂથ વચ્ચે મારામારી, ઘાયલ પરિવારને દિયોદર રેફરલમાં સારવાર માટે ખસેડાયો.

વાવના વાંઢીયાવાસ રોડ પર આખલાને બચાવવા જતાં અકસ્માત, બાઇક ઉપરથી પટકાતાં મહિલાનું મોત.

દાંતામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

થરા માર્કેટયાર્ડમાં કપાસની હરાજીનું કામ શરુ કરવામાં આવતાં ખુશીનો માહોલ : પ્રથમ દિવસે ૧૨૦ મણ કપાસની આવક સાથે ૯૦૦ થી ૯૯૫ ના ભાવ રહ્યા.

રાપરમાં એડવોકેટની હત્યાના વિરોધમાં ડીસા બાર એસોસિયેશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું : હત્યારાઓને સરકાર દ્વારા કડક સજાની માંગ કરાઈ.

થરા પોલીસે ગરનાળામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપ્યો : રૂ.૪૯,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો, આરોપી ફરાર.

જુનાડીસામાં રેતી ભરીને દોડતા ટર્બો – ટ્રક ચાલકોનો તરખાટ ; ગામના મુખ્ય રોડની દુર્દશા, સરકારી નિયમોનું ઉલ્લંઘન.

કચ્છમાં ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો : દુધઈથી ૨૧ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું.

ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ, અનેકની અટકાયત.

અનલોક પર અંકુશ : અમદાવાદમાં એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ પરની તમામ દુકાનો રાતે 10 વાગ્યા પછી બંધ રહેશે.

દેશમાં દર્દીઓનો આંકડો 60 લાખને પાર, તેમાંથી 49.45 લાખથી વધારે લોકો સાજા થયા ; 9 દિવસમાં 98 હજાર એક્ટિવ કેસ ઓછા થયા.

કૃષિ વિધેયક કાયદો બન્યો : ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિક્ષેત્રના ત્રણ વિધેયકને મંજૂરી આપી.

પૂર્વ સોવિયત સંઘના 2 દેશ ફરી આમને – સામને : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે શરૂ થયું યુદ્ધ; બંને તરફથી હવાઈ અને ટેન્કથી હુમલા, 23ના મૃત્યુ, 100થી વધુ લોકો ઘાયલ.

ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં શિયાળો 1 મહિનો વહેલો બેઠો, 10 ઇંચ સુધી બરફવર્ષા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.