Rakhewal | 19-10-2020 Headlines

https://youtu.be/w1bqcgok8hI
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠામાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત, થરાદ, દિયોદર, કોતરવાડા, દાંતીવાડા અને પાંથાવાડા સહીતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને ભારે નુકશાનની ભીતિ.

બનાસકાંઠામાં કોરોનાના વધુ ૧૦ પોઝિટીવ કેસ નોંધાયા, પાલનપુરમાં પ, દાંતામાં ૧, ધાનેરા અને દિયોદરમાં ર – ર કેસ મળી આવ્યા.

ડીસામાં માસુમ નિર્ભયાની હત્યાના પગલે માળી સમાજ દ્વારા ધંધા -રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા, આરોપીને કડક સજાની માંગ કરાઈ

અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગયું, મંદિર રાત્રિના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

પાલનપુરમાં આઇપીએલ મેચ પર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી રૂ.૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો.

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ર્ડા.રાજુલબેન દેસાઇએ પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક યોજી.

પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, ભાજપ – કોંગ્રેસમાં ચિંતા પ્રસરી.

વડગામના કોદરામ સહિતના ૧૨ શહિદ જવાનોના પરિવારને આર્થિક સહાય, કોરોનાના કારણે જાહેરને બદલે ઘરે – ઘરે જઈ ચેકનું વિતરણ.

સાંતલપુર તાલુકાનું ગોખાંતર ગામ ૭૦ વર્ષથી વિકાસની વાટ જોઈ રહ્યું છે,
બીમાર કે પ્રસૂતા મહિલાને ખભે કે ખાટલામાં નાખીને ૪ કી.મી. સુધી રણમાંથી પસાર થવા મજબુર.

એસીબીમાં પકડાયેલ મહેસાણાના નશાબંધી અધિકારીના જામીન રદ.

રાજ્યમાં ૩ દિવસ સામાન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના દ્વારકા, ભાવનગર, મોરબી સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે.

ગુજરાત સરકારે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સથી પગલાં લેવા પોલીસને ફ્રી હેન્ડ આપ્યો છેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી.

રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે ભુપેન્દ્રસિંહનું મોટું નિવેદન, તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.

લદાખના ડેમચોક વિસ્તારમાંથી ચીની સૈનિક ઝડપાયો, ભૂલથી સરહદ પાર કરી ગયો હોવાથી પરત મોકલી દેવાશે.

ઈતિહાસમાં આજે 50 વર્ષ પહેલાં ભારતમાં તૈયાર થયેલું પહેલું મિગ-21 ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થયું હતું;

ન્યૂયોર્ક છોડીને ગયેલા અનેક લોકો હવે પાછા ફરવા માગતા નથી, મોટી સંખ્યામાં લોકોએ ઉપનગરોને કાયમી નિવાસસ્થાન બનાવ્યા.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન અને મરિયમ PM મોદીના નામ પર બાખડી પડ્યા, બંને નેતા પીએમ મોદીના નામ પર પોતાને ‘દેશભક્ત’ સાબિત કરવામાં લાગી ગયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.