Rakhewal | 03-10-2020 Headlines

https://youtu.be/TbXyVjgoxdE
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસાના મહાકાળી મંદિર સામે વધુ એક માર્ગ અકસ્માત, પીકઅપ ડાલાએ બાઇકને ટક્કર મારતા એકનું મોત.

હાથરસ પીડિતા મામલે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરાઈ, કેન્દ્ર અને યુપી સરકારના વિરોધમાં નારા ગુંજયા.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ દસ્તાવેજોનો નાશ નહીં થાય : ચેરમેન, ઊંઝા માર્કેટયાર્ડના સંચાલક મંડળની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

સિધ્ધપુરમાં વહેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું, ખેતી પાકોને નુકશાનની ભીતિ.

ગાંધીજીના ગુજરાતમાં ગાંધી જયંતિના દિવસે જ ગુંદરીબોર્ડર ચેકપોસ્ટ પર ટોઈંગક્રેનમાંથી દારૂ ઝડપાયો.

કોરોનાના સંક્રમણને પગલે અરવલ્લીની ગિરીકંદરમાં આવેલ પોળો ફોરેસ્ટમાં શનિ અને રવિવારે પ્રવાસીઓ પ્રવેશ નહીં કરી શકે, રાતના 12 વાગ્યાથી જાહેરનામું લાગૂ પડશે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને ઓર્ડર હવે ઓફિશિયલ વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ જોવા મળશે, લોકોની સરળતા માટે નિર્ણય.

UPSCના સૌરાષ્ટ્રના પરિક્ષાર્થીઓ માટે સોમનાથ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે.

રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; તેઓ 35 સાંસદ સાથે જવા ઈચ્છતા હતા.

મોદીએ 10 હજાર ફૂટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું, લાહોલના 15 વૃદ્ધોએ પહેલા સફર કરી.

ફક્ત 4 રાજ્યોમાં અડધાથી વધુ એકટિવ કેસ, કુલ 9.45 લાખ દર્દીઓ સારવાર હેઠળ; અત્યાર સુધીમાં 64.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું.

ભારતમાં કોરોનાથી પહેલા મૃત્યુના 204 દિવસ બાદ આંકડો 1 લાખને પાર, એક લાખ આંકડો પહોંચતાં બ્રાઝિલમાં 158 દિવસ અને અમેરિકામાં 83 દિવસ લાગ્યા.

બિડેન ચૂંટણી જીત્યા તો તેમને અસંખ્ય સમસ્યાનો સામનો કરવો પડશે, ટ્રમ્પની અરાજક કાર્યપદ્ધતિએ મુશ્કેલી વધારી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.