Rakhewal | 02-10-2020 Headlines

https://youtu.be/-ploVgDiBco
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

એક માઈભક્ત દ્વારા અંબે માના ચરણોમાં સવા કિલો સોનાની ભેટ.

ડીસાના દામા ગામે માટી ચોરી કરતા ૩ ડમ્પર અને એક જેસીબી કબ્જે : ભૂસ્તર વિભાગ દ્વારા એક કરોડનો મુદ્દામાલ પણ જપ્ત.

થરાદમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા : બે મહિલા સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ.

કાંકરેજના પાદર ગામના યુવાને જીવનલીલા સંકેલી, આત્મહત્યા કે હત્યા : ઘુટાતું રહસ્ય.

ધાનેરા તાલુકા પંચાયતમા પૂજ્ય બાપુના નામે પણ મોટો ભ્રષ્ટાચાર, પંચાયતમા લાગેલા લોખંડના બોર્ડની કિંમત કરતા વધારે રકમ લઈ સરકારી નાણાંની ઉચાપત : તાલુકાના સદસ્યોએ પંચાયતના કાર્યોની પોલ ખોલી.

ધાનેરામાં કૃષિબિલ અને શિક્ષણ ફી માફી મુદ્દે ધરણાં પહેલા કોંગી કાર્યકરોની અટકાયત.

ખેરાલુ નજીક કારમાં આગ લાગતા એક પરિવારના ત્રણના મોત : અંબાજી દર્શન કરીને પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, બે કિશોરી અને વૃદ્ધા આગમાં જીવતા ભૂંજાયા.

ગુજરાતમાં અનલોક-5ની ગાઈડલાઈન, રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે 75 % પેસેન્જર લઇ શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે.

કૃષિ બિલ અને સ્કૂલ ફી માફી મામલે રાજ્યભરમાં કોંગ્રેસનો વિરોધ, ધાનાણીનો શર્ટ ફાટ્યો, અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત.

દ્વારકા જગતમંદિરમાં દેવદિવાળી ઊજવાઈ, લોકડાઉન બાદ પ્રથમવાર અધિક માસની પૂનમના દિવસે ભાવિકોની ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

દેશમાં 63.91 લાખ કેસ : મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારાયું, પંજાબ સરકારે રાતે કર્ફ્યૂ અને લોકડાઉન જેવા ઘણા પ્રતિબંધો ખતમ કર્યા.

ગાંધી જયંતી પર ખેડૂતોના દેખાવો, પંજાબમાં રેલ રોકો અભિયાન, દિલ્હી સુધી ઘેરાવ.

દુનિયામાં 77.81 લાખથી વધુ દર્દીઓની સારવાર ચાલી છે, તેમાં 99% દર્દીઓમાં સામાન્ય લક્ષણ, 1% ની હાલત ગંભીર ; દુનિયામાં અત્યાર સુધી કોરોનાના 3.44 કરોડ કેસ.

મહામારી ફેલાવનારા ચીનમાં ‘મેળો’, નેશનલ ડે પર 8 દિવસની રજા, મહામારી વચ્ચે 60 કરોડ લોકો ફરવા નીકળશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો સુધી ક્વોરન્ટીન જ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.