Headlines 01-08-2020 | Rakhewal

Rakhewal Plus 150

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં કોરોનાના નવા ૧૪ પોઝિટિવ કેસ નોધાયા : વાવમાં ૦૪, દિયોદરમાં ૦૩, કાંકરેજમાં ૦૩, થરાદમાં ૦૨,પાલનપુર, ધાનેરા અને ડીસામાં ૦૧-૦૧ કેસ મળી આવતાં ફફડાટ.

જુનાડીસા પાંજરાપોળના ઘાસ ગોડાઉનમાં આગ લાગી

આર્થિક ભીંસમાં સપડાયેલ પાંજરાપોળને ‘પડતા ઉપર પાટુ’

ડીસા વિઠોદર હાઈવે પર વિજ કરંટ લાગતાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત : રેતીની ડમ્પર ખાલી કરવા જતાં વિજ કરંટ લાગ્યો.

ભાભર, લાખણી, દિયોદર, વાવ, થરાદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા : ભાભરના બેડા ગામે વિજળી પડતા ભેંસનું અને તેતરવા ગામે ગાયનું મોત.

કોરોના મહામારીના કારણે થરા શ્રી ઝાઝવડા વાળીનાથ મહાદેવ મંદિરે રક્ષાબંધનનો મેળો-જન્માષ્ટમી મહોત્સવ મોકુફ

સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુર કુઈ પાસે બાઇકમાં આગ લાગી : આગ લાગવાથી બાઇક બળીને ખાખ, બાઇક ચાલકનો આબાદ બચાવ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદર્યો, ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું : ૩૧ જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૭,૬૪,૭૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કુલ 7,64,777 ટેસ્ટમાંથી 61,438 પોઝિટિવ, અત્યાર સુધીમાં કુલ 44,907 દર્દી ડિસ્ચાર્જ અને 2,441ના મોત.

મોરારી બાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ.

ભાવનગરના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ, આવતીકાલે નશ્વરદેહ ભાવનગર લવાશે.

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી 3 કલાક રોકાશે, હાઈ એલર્ટ જાહેર.

ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અમરસિંહનું લાંબી બીમારી બાદ નિધન, ઘણા સમયથી સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી

ગેહલોત જૂથના 4 ધારાસભ્યો આજે જેસલમેર પહોંચશે ; હોર્સ ટ્રેડિંગની બીકથી જયપુરથી 570 કિમી દૂર કિલ્લામાં આશરો લીધો.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શીપયાર્ડ કેમ્પસમાં ક્રેન પડી, 11ના મોત ; ટ્રેડ યૂનિયન લીડરે કહ્યું- ક્રેન ઓવરલોડ હતી.

વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાએ આચાર સંહિતા જાહેર કરી, ફેસબુક-ગૂગલે ન્યૂઝ માટે ઓસ્ટ્રેલિયન મીડિયાને પેમેન્ટ કરવું પડશે.

અમેરિકાની પણ ટિકટોક સામે લાલ આંખ, માઈક્રોસોફ્ટ વીડિયો એપ ખરીદી લે તેવી શક્યતા : ટ્રમ્પ

અમેરિકાના અલાસ્કામાં બે પ્લેન અથડાયા, રિપબ્લિકન એસેમ્બલી સભ્ય સહિત સાત લોકોના મોત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.