સિધ્ધપુર સરસ્વતી પુલ પાસે રાજસ્થાનથી કારમાં દારૂ ભરી આવતો ઇસમ ઝડપાયો

પાટણ
પાટણ

સિધ્ધપુરના સરસ્વતી પુલ પાસેથી LCBની દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હોઇ કારચાલક દારૂ સાથે રંગેહાથે ઝડપાયો હતો. પાટણ LCB PIના વડપણ હેઠળ છાશવારે પ્રોહિબિશન લગત કાર્યવાહી વચ્ચે ગઇકાલે બાતમી આધારે મહેસાણાના ઇસમને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન કારમાંથી કુલ 28,438નો દારૂ અને કાર મળી કુલ કિ.રૂ.2,03,438નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે સિધ્ધપુરના સરસ્વતી પુલના બંને છેડે વોચ ગોઠવી હતી. LCBને બાતમી મળી હતી કે, એક ઇસમ વાદળી કલરની કારમાં વિદેશી દારૂ ભરી પાલનપુર થઇ સિધ્ધપુર થઇ મહેસાણા જવાનો છે. જેથી તાત્કાલિક વોચ ગોઠવી ઇસમને દારૂ સાથે ઝડપી પાડ્યો છે.

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્રારા અવાર-નવાર પ્રોહિબશન લગત કાર્યવાહીને લઇ પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ LCBએ સિધ્ધપુરના સરસ્વતી પુલ નજીકથી ઝડપેલાં કારમાંથી આશિષકુમાર વિષ્ણુભાઇ પટેલ(મહેસાણા)ને ઝડપી પાડ્યો છે. આ સાથે કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-213 કિ.રૂ.28,438, કારની કિ.રૂ.1,75,000 કુલ કિ.રૂ.2,03,438નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCBએ દારૂ ભરી લઇ જનાર ઇસમ સામે સિધ્ધપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2) અને મોટર વાહન અધિનિયમની કલમ 3, 181, 177 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલ ઇસમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ઇસમ અંબાજી દર્શનાર્થે ગયા બાદ ત્યાં આબુરોડ અને સિરોહીના અલગ-અલગ દારૂના ઠેકાઓ પરથી દારૂ ભરી મહેસાણા ખાતે વેચાણ અર્થે લાવતો હતો. જેથી ચોક્કસ બાતમી આધારે વોચમાં રહેલ LCBના ઇન્ચાર્જ PI એ.બી.ભટ્ટ, AHC અમિતસિંહ, લાલાભાઇ, જયેશજી, APC મોડજીજી, વિજયભાઇ સહિતની ટીમે સરસ્વતી પુલના છેડે ઝડપી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.