પાટણની ગજાનન સહકારી પેઢીની ચૂંટણીમાં વ્યવસ્થાપક કમિટીના 11 ડિરેક્ટરો ચૂંટાયા

પાટણ
પાટણ

પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રી ગજાનન સહકારી પેઢી લી.ની વ્યવસ્થાપક કમીટીના 11 ડિરેકટરો માટેની રવિવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી નો પ્રારંભ થયો હતો.બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી જેમાં બેલેટ પપરની મત ગણતરી પક્રિયા મોડી રાત સુધી ચાલી હતી જેમાં 15 માંથી 11 ડિરેકટરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.શાંતિ પુણૅ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

પાટણની ગજાનન સહકારી પેઢી લિ.ની વ્યવસ્થાપક કમીટીના 11 ડિરેકટરોની ચૂંટણી માટે 29 માંથી 14 ઉમેદવારોના ફોર્મ રદ થતા રવિવારે 15 ઉમેદવારો વચ્ચે ચુટણી નો શાંતિ પૂણૅ માહોલમાં પ્રારંભ થયો હતો.મોડી રાત સુધી ચૂંટણી ની મતગણાતી કરવામાં આવી હતી જેમાં અંતે 11ડિરેકટરોની વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં ઇબ્રાહીમભાઈ હસનભાઈ કુરેશી 734 મત મળ્યા હતા.પીરમોહંમદ ફેજમોહંમદ મકરાણી 703 મત મળ્યા હતા.ઇસ્માઇલભાઈ રહેમાનભાઈ મનસુરી ને 690 મત મળ્યા હતા.મહેન્દ્રકુમાર ખેમચંદભાઈ પરમારને 663 મત મલ્યા હતા. અબ્બાસહુસેન અબ્દુલરહેમાન 661મત મળ્યાં,દિનેશ ત્રિકમલાલ ભીલ 647 મત મળ્યા,મહંમદહુસેન નનામીયાં શેખ 645 મત મળ્યા હતા.રીઝવાનાબાનું બસીરમોહંમદ મકરાણી 486 મત મળ્યા હતા.મોહંમદખાન ગુલમહેમદ બલોચ 478મત મળ્યા હતા.હસનખાં એહમદખાં બલોચ 469મત મળ્યા હતા.જાવેદ અલી બાકરમીયાં દુર્રાની 463મત મળ્યા હતા આમ આ 11ડિરેક્ટરો ને વિજતે જાહેર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.