પાટણની સરકારી કે.કે.ગલ્સૅ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બ્યુટી એન્ડ વેલનેસ વિષયની તાલીમ મેળવી આત્મનિર્ભર બની

Other
Other

શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીનીઓ આત્મ નિર્ભર બને તેવા ઉમદા હેતુ સાથે શહેરની સરકારી કે. કે .ગલ્સૅ હાઇસ્કુલ ખાતે અધતન સુવિધા સાથે શરૂ કરવામાં આવેલ બ્યુટી એન્ડ વેલનેસ વિષય આધારિત બ્યુટી પાલૅર ટ્રેનિંગ સેન્ટર નો શાળાની જરૂરિયાતમંદ પરિવારની વિદ્યાર્થીનીઓએ લાભ લઇ આત્મનિર્ભર બની હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવામાં સહભાગી બનતાં શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી આત્મ નિર્ભર બનેલી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.પાટણની સરકારી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર સ્ટાફ પરિવારના અથાગ પ્રયત્નોથી શાળા સંકુલમાં અભ્યાસ માટે આવતી જરૂરિયાતમંદ પરિવારની વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે તેઓ આત્મનિર્ભર બને તે માટે દાતાઓના સહકારથી અનેકવિધ આર્થિક ઉપાર્જન માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જરૂરિયાત મંદ વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સાથે આત્મનિર્ભર બને તે માટે શાળા ખાતે કાર્યરત કરાયેલ બ્યુટી એન્ડ વેલનેસ વિષય આધારિત બ્યુટી પાર્લર ની તાલીમ મેળવી છેલ્લા એક માસમાં લગ્ન ની સિઝનમા તેમજ અન્ય કાર્યક્રમો શાળાની તાલીમ મેળવેલી વિદ્યાર્થીનીઓએ આત્મનિર્ભર બની રૂ.54,700 નું આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરી શાળામાં કાર્યરત કરાયેલ બ્યુટી એન્ડ વેલનેસ વિષય આધારિત બ્યુટી પાર્લર કોર્સ થકી વિદ્યાર્થીનીઓ આત્મનિર્ભર બની હોવાનું શાળા પરિવાર ગૌરવ અનુભવી રહી છે. આત્મ નિર્ભર બનેલી વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર શાળા પરિવારે શુભેચ્છા ઓ પાઠવી જીવનની ઉન્નતિ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.