બનાસકાંઠા એલસીબી પોલીસે વાવના દેથળી ગામે બાવળની ઝાડીઓમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી

Other
Other

બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એક વખત એલસીબી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. એલસીબી પોલીસ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી છે. સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી (GJ-01-RP-8046)માં દારૂ ભરી થરાદ તરફથી મોરખીયા ગામ રોડ ઉપરથી આગળ જનાર છે. જે બાતમી હકીકત આધારે એલસીબી પોલીસે ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક દેથળી ગામના તળાવ પાસે એક બાવળની ઝાડીમાં તેના દારૂની ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. એલસીબી પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. જેમાં એલસીબી પોલીસે કુલ 4 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ગાડી ચાલક વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.