
ચીનની પોલીસ ગુનેગારોને જોતા ઓળખી બતાવશે
વિશ્વના દેશોમાં ગુનેગારોને પકડવા માટે જુદીજુદી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ચીનમાં ગુનેગારોને પકડવા ખાસ પ્રકારની ટેકનિકનોલોજી વિકસાવવામાં આવી છે.જેમાં ચીન સરકાર દ્વારા પોલીસને અલગ પ્રકારના ચશ્મા આપવામાં આવ્યા છે જેના દ્વારા ગુનેગારોને પકડવો સરળ બનશે.આ ચશ્મા સેન્ટ્રલ ડેટાબેઝ સાથે જોડાયેલા છે,જ્યાં તમામ ગુનેગારોના રેકોર્ડ રાખવામાં આવે છે.જ્યારે પણ ચશ્મા પહેરેલા પોલીસકર્મી કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ છે ત્યારે તેની તમામ અંગત માહિતી જેમ કે નામ, જાતિ, ધર્મ, સરનામું, ગુનાહિત રેકોર્ડ વગેરે ચશ્મા પર આવી જાય છે.આ ચશ્માની સામે કોઈ ગુનેગાર આવે ત્યારે તે તેને સ્કેન કરી તરત જ એલાર્મ મોડ એક્ટીવ કરી દે છે અને તમામ કેન્દ્રોમાં મેસેજ પહોંચી જાય છે અને મેસેજ મળતાની સાથે અધિકારીઓ તેમજ વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય છે.આ ચશ્માની મદદથી અત્યારસુધીમાં હજારો ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.આ એક ચશ્માની કિંમત આશરે રૂ.56,000થી વધુ છે.આ ચશ્મા સર્વર પર પ્રીલોડ કરેલા 10,000 સેમ્પલમાંથી એકને ફક્ત 100 મિલીસેકંડમાં ઓળખી શકે છે.