હાહાકારઃ ચીનમાં કોરોના વાયરસને પગલે રાશન પાણી મોંઘા થયા, પાણીની બોટલ રૂ.૧૫૦૦

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

         કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવી દીધો છે લોકોનો જીવનજરૂરિયાતની વસ્તુ નથી મળી રહી. પાણીની બોટલથી લઈને તમામ રાશન પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. એવામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાને વ્યથા વતન સુધી પહોંચતી કરી છે. ચીનના વુહાન, હુબેઈ વગેરે જેવા શહેરોમાં હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યાં હાલ કોરોના વાયરસને પગલે શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. મહીસાગરના ૩ વિદ્યાર્થીઓ ચીનના હુવેઇ શહેરમાં છે. સ્મ્મ્જીના વિદ્યાર્થીઓમાં વક્તાપુરની વતની રિયા પટેલ અને વરધરીની મૂળ વતની દિપાલી પટેલ હુબેઇની હોસ્ટેલમાં રહે છે. હાલ કોરોના વાયરસના કારણે તેમને જીવન જરૂરિયાતની વસ્તુ પણ ન મળતી હોવાની માહિતી મળી છે. પાણીની બોટલ પહેલા ૨૦ થી ૩૦ રૂપિયામાં મળતી હતી. અત્યારે ૧૫૦૦ રૂપિયામાં મળે છે. ખાવા-પીવાની વસ્તુઓ માટે પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે. વુહાનમાં વિદ્યાર્થીઓ પાસે ખાવા પીવાનું ખૂટી ગયું છે. આઠ દિવસથી વધારે રાશનનો જથ્થો ન હોવાને કારણે હાડમારીનો મહોલ પેદા થયો છે.ચીનના હુવેઇ શહેરમાં જ સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. ત્યારે સંતાનો હુવેઇ શહેરમાં હોવાથી માતા પિતા ચિંતત છે અને વહેલી તકે પરત લાવવા માટે માંગ કરી છે. નોંધનિય છે કે. ચીનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવા માટે વિજયરૂપાણી અને જયશંકર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું છે અને ઝડપથી ભારતીયોને સ્વદેશ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.