ઊંઝાના તાલુકાના કેટલાક પ્રવાસીઓ તામિલનાડુ પ્રવાસીઓને અકસ્માત નડ્યો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસી અને 5 રસોઈયા સાથે તામિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઊતરી ગઈ હતી. જોકે સદનસીબે બસ ખીણમાં જતાં પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતાં બચી ગઈ હતી. એને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે.