
બેચરાજીના મણિધર વિલેજ પાસે ડોલ્ફીન હોટેલમાં આગ, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આવેલ ડોલ્ફીન હોટેલમાં વહેલી સવારે એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા.આગની ઘટના બનતા મહેસાણા પાલિકાના ફાયર અને મારુતિ સુઝુકીના ફાયરને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે મણિધર વિલેજ એસ.ટી વર્ક શોપની બાજુમાં આવેલ ડોલ્ફીન હોટેલના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા.ઘટના પગલે મહેસાણા પાલિકાના ફાયર વિભાગ અને મારુતિ સુઝુકીની ફાયર ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવતા.આગ બુજવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જોકે ભારે જહેમત બાદ સવારે 8 કલાકે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડોલ્ફિન હોટેલના ચોથા માળે આ આગ લાગી હતી.જેમાં એક રૂમ બળીને ખાખ થઈ ગયો હતો.અને લોબીમાં પણ નુકસાન થયું હોવાની વિગતો મળી છે જોકે આગ ક્યાં કારણે લાગી એ જાણી શકાયું નથી.