મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે ! શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે..!!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ ગઈકાલથી થયો. શિવભકતો શિવ ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ જટાધારીની ઉપાસના-આરાધના-અભિષેક જપ -તપમાં તલ્લીન થવા લાગશે ત્યારે આપણા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે સમસ્ત મહાજન મુંબઈને સંબોધતાં સમગ્ર હિંદુઓ ગૌપ્રેમીઓ, જીવદયાના ભેખધારી અહિંસાના પુજારીઓને એક ઉમદા શબ્દવેધ દ્વારા કહ્યું કે, ગૌમાતા-ગૌશાળા-પાંજરાપોળમાં નહીં પરંતુ ઘરે ઘરે પહોંચશે તો જ દેશભરમાં સમૃદ્ધિ આવશે.ખરેખર બહુ ઉંડાણપૂર્વકના અભ્યાસ પછીની વાત કરી.કેન્દ્ર રાજય સરકાર અને દાતાઓની ગ્રાન્ટ,દાન આપે ને ગૌશાળા-પાંજરાપોળમાં ગૌમાતાનો નિભાવ થાય ને તેના છોકરા બળદ, આખલા ઠેર ઠેર રખડીને આ જીવ તો હેરાન થાય પરંતુ આજની દોડધામ ભર્યા યંત્ર યુગમાં માનવ વાહનોને પણ એ ભુખની તડફડાટનો ભોગ બનાવે છે.રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સાચા હૃદય-મનથી કહ્યું કે, જાે ગૌમાતાનો ઉછેર ઘરઘરમાં થશે તો કૃષિક્ષેત્રે પણ અનોખી ક્રાંતિ આવશે ને માનવ આરોગ્ય સુખાકારીમાં વૃધ્ધિ થશે.કૃષિક્ષેત્રે યાંત્રિક ક્રાંતિ ભલે આવી હોય, રાસાયણિક ખાતર,હાઈબ્રીડ બિયારણથી કૃષિપાકમાં ઓછી મહેનતે વૃદ્ધિ થતી કાલ્પનિક દેખાતી હોય પરંતુ જયાશે વાસ્તવિક આરોગ્ય માનવ સુખાકારી ગૌપાલનથી જ આવે છે.ગૌ પાલન સાથે બળદનો ઉપયોગ કૃષીક્ષેત્રમાં કરો એની પાછળનો શ્રમ,થાક અનેક રોગોને માનવ શરીમાં પ્રવેશવા દેતાં નથી.આજે ગૌ-ગૌવંશની ઉપેક્ષા કરવી છે ને ગાયનું શુદ્ધ ઘી, દુધ ખાવાની તાલાવેલી જાગી છે.આ યોગ્ય દ્રષ્ટીકોણ છે ખરો ? આપણે ગુજરાતમાં ગૌપાલન કરે તેને માસિક રૂા.૯૦૦/- ની સરકાર દ્વારા સહાય મળે છે. રાજય સરકારના ચોપડે જાે સાચી તપાસ કરવામાં આવે કે ગૌપાલન નામે કેટલા લોકો સાચી સહાય મેળવે છે ને એ ઘરમાં કેટલી ગાયનું પાલન થાય છે. બધું જ અધરોઅધર ખાઈ જ જવું છે.ધર્માદા સંસ્થાઓ,ગૌ જીવદયાના નામે ખાઈને ધનાઢય બનવાની સાથે હોદો મેળવવાની મોટી હોડ લાગી છે.જ્યાં ગૌપાલન થાય છે ત્યાં બહુ સારી રીતે થાય છે પરંતુ ગૌમાતાનું પાલન થાય છે.‘નર’ રખડતા રહે છે એટલે તેની સીધી અસર જે થોડા ઘણા દુધ ઘીની આશાએ ગૌપાલન કરે છે તે સવાર સાંજ ગૌમાતાનું દુધ દોહીને તેને તથા તેનાં બચ્ચાંને દિવસભર શેરી ઉકરડામાં રખડતા કરી મૂકે છે.હમણાં ગાય જેવા લાગતા આખલાઓના કાને ટેગ મારેલી દેખાય છે કેવા ગૌપ્રેમીઓને સહાય ચુકવનાર અધિકારીઓ તેમનું તો જાહેરમાં સન્માન યોગ્ય રીતે થવું જાેઈએ કે નહીં ? ગૌમાતાના નામે મફતમાં મળતા રૂપિયા લેવા છે.અરે માનવી કેટલો બધો હીન કક્ષાએ પહોંચ્યો છે, શૌચાલય, સ્મશાન નિર્માણ, સુધારણાને ગામના તળાવ,ગૌચર, ખરાબાની ગ્રાન્ટોને જમીન ખાઈ રહ્યા છે તેના ઘરમાં કેવા સંતાનો પેદા થાય તે જરા વિચારજાે.આવા પૈસા ખાનાર વ્યક્તિના પરિવારની સાચી મનોદશા જાેશો તો જ ખ્યાલ આવશે.બાહ્ય રીતે ભલે ધનાઢય લાગતો હોય પરંતુ તેની એ સંપત્તિ ડૉકટરો, ભુવા ભપાળામાં જ ઠલવાતી હશે.કુદરત કોઈને સીધી થપ્પડ મારતો નથી.માનવ કુદરતે મુકેલો પથ્વીલોક પરનો કુદરતી સંપત્તિનો રખેવાળ છે. ને જયારે તે જ ચોર બને એટલે કુદરત થોડું સહન કરવાની ? આજે શેરી મહોલ્લા, જાહેર માર્ગો, ખેતરોમાં ગૌ-ગૌ વંશ ઉપદ્રવો બન્યા છે તેની પાછળનું કારણ આપણે ‘હિંદુ’ તરીકે હોઈ શકીએ કયાંય ગધેડું, પાડા પાડી, બકરા બકરી, ઉંટ,ઘોડા રખડતાં જાેયા છે ? હવે તો ભૂંડની સંખ્યા પણ ઘટી છે તો આટલી બધી ગૌશાળા પાંજરાપોળો, ગૌભકતો-ગૌપાલન વચ્ચે સૌથી વધુ ગૌ-ગૌવંશ જ ઠેર ઠેર રખડી રહ્યું છે. કોઈ ચિંતન-મનન કરવાવાળા ગૌભકત છે ખરા ?
વાચક મિત્રો શિવ આરાધના-ઉપાસના આખો મહીનો કેટલાક ભકતો કરશે પછી અગિયાર મહિના જયશ્રીરામ થોડું વિચારીએ. આપણે ગૌપાલન ના કરીએ તો કંઈ નહીં પરંતુ ગૌસેવાના નામે ચાલતી લુંટણખોરીને અટકાવવા માધ્યમ-તણખલું તો બનીને સાચા અર્થમાં ગૌપાલન થાય તે દિશામાં માનવ પગરણ કરે તે ઈચ્છનીય છે.આપણાથી થાય તો ગૌપાલન કરીએ બાકી જાહેર રસ્તા પર લીલો,સુકો ઘાસચારો નાખીને ગૌ-ગૌવંશને ઉપદ્રવી બનાવવાની ગૌભક્તિ-જીવદયા ના બતાવીએ એ તો સારૂં ? સુકા તળાવો,ખરાબાની જમીન, લીલો સુકો ઘાસચારો નાખી ગૌસેવા કરો બાકી તો ગૌદોષ જ કરી રહ્યા છે તે ન ભુલવું જાેઈએ.અસ્તુ..ભારત માતા કી જય…વંદે માતરમ…જયશ્રીરામ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.