
લોકોના એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરતો મુડેઠાનો ઈસમ ઝડપાઈ ગયો
ભાભર એસબીઆઈ બેંકના એટીએમ મશીન પાસે ઊભો રહી લોકોને ભોળવી કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતો ડીસા તાલુકાના મુડેઠા ગામનો એક ઈસમને ભાભર પોલીસે ઝડપી લીધા છે.ભાભર પીએસઆઈ એન વી. રહેવર અને ભાભર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી હતા. ત્યારે ભાભર દિયોદર રોડ ભાભર એસબીઆઈ બેંક એટીએમ આગળ તપાસ કરતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પકડી રાઉન્ડ અપ પુછપરછ કરવામાં આવતા આ ઈસમે ભાભર એસબીઆઈ એટીએમમાંથી એક ગ્રાહકની નજર ચૂકવી તેના હાથમાં રહેલ એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. ભાભર પોલીસે આરોપી સંજય રમેશભાઈ પરમાર રહે મુડેઠા તા.ડીસા વાળા પાસેથી દશ એટીએમ કાર્ડ, એક મોબાઇલ અને રોકડ રકમ ૬૯૯૦/ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.