અરવલ્લી જિલ્લાના મેશ્વો, માઝૂમ અને વૈડી ડેમ ઓવરફ્લો

અરવલ્લી
અરવલ્લી

જિલ્લાના અને ઉપરવાસના વરસાદના કારણે ડેમોમાં સતત આવકમાં વધારો નોંધાયો છે. આજે માલપુરના અને જિલ્લાના સૌથી મોટા વાત્રક જળાશયમાં 8200 ક્યુસેક પાણીની આવક થઈ છે. વાત્રક ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે, જ્યારે હાલની સપાટી 134.51 મીટર છે, એટલે કે હવે વાત્રક ડેમ ઓવરફ્લોથી ફક્ત 2 મીટર દૂર છે.

મોડાસાના માઝૂમ ડેમમાં આજે પાણીની આવક 5000 ક્યુસેક નોંધાઇ છે. હાલ માઝૂમ ડેમ ઓવરફ્લો છે, જેથી 5000 હજાર ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આગળના મોડાસા ધનસુરા અને બાયડ તાલુકાના 45 કિનારાના ગામડાઓને સતર્ક કરાયા છે.

મેશ્વોડેમમાં પણ આજે 1810 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. હાલ મેશ્વો ડેમ પણ ઓવરફ્લો છે, જેથી મેશ્વો ડેમમાંથી પણ 1810 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ભિલોડા મોડાસા અને ધનસુરા તાલુકાના 35 ગામોને સતર્ક કરાયા છે.

મેઘરજ તાલુકાના વૈડીડેમમાં પણ 2605 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ પણ મુખ્ય સપાટી 199.20 મીટર ઉપર વહી રહ્યો છે, એટલે કે ઓવરફ્લો છે, જેથી રૂલ લેવલ જાળવવા માટે 2605 ક્યુસેક પાણી વેસ્ટ વિયરમાં છોડવામાં આવી રહ્યું છે. આમ જિલ્લાના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થતા નદી નાળા પણ છલકાઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.