રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ30 જૂન, 2025| Super Admin

રાધનપુર ના અરજણસર ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દર - દાગીના ચોરી કરી ફરાર

રાધનપુર ના અરજણસર ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દર - દાગીના ચોરી કરી ફરાર
મકાન માલિકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી; રાધનપુરના અરજણસર ગામમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત નો મુદામાલ ચોરી કરી ફરાર થયાની રાધનપુર પોલીસ મથકે મકાન માલિક દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુરના અરજણસર ગામમાં રહેતા વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં તસ્કરોએ તા. 25 જૂન સાંજના 7 વાગ્યાથી 26 જૂન બપોરના 12 વાગ્યા દરમિયાન સીડી વાટે ઘરમાં પ્રવેશ કરી મકાનના અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, કિંમત રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, કિંમત રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (કિંમત રૂ. 11,750)સહિત કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને તસ્કરો એ જ સીડી મારફતે ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ હાલ સાતેજ (તા. કલોલ, જિ. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવ ભાઈને થતાં તેઓએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર