રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય20 જૂન, 2026| Super Admin

તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વ

તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વ

અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા યુદ્ધ અને વૈશ્વિક ઓઈલ કટોકટી પછી, કેન્દ્ર સરકારે ભારતની ઉર્જા સુરક્ષાને ચુસ્ત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશમાં તેલની તિજોરીને વધુ મજબૂત કરવા માટે ₹15,000 કરોડના તોતિંગ ખર્ચે એક નવું ભૂગર્ભ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનાવવામાં આવશે, જેનું નિર્માણ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC દ્વારા કરવામાં આવશે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ અત્યાધુનિક ઇમરજન્સી ઓઇલ ભંડાર કર્ણાટકના મેંગલુરુમાં જમીનની નીચે ગુફા જેવા મોટા ટેન્કોમાં બનાવવામાં આવશે. જેમાં આશરે 17.5 લાખ મેટ્રિક ટન એટલે કે 1.28 લાખ બેરલ ક્રૂડ ઓઇલ સાચવી શકાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ભારતની હાલની સ્ટોરેજ ક્ષમતામાં સીધો 33% નો જંગી વધારો થશે. હાલમાં ભારત પાસે મેંગલોર, પાદુર અને વિશાખાપટ્ટનમમાં 3 વ્યૂહાત્મક રિઝર્વ છે, જે યુદ્ધ અથવા વૈશ્વિક સપ્લાય અટકી જવાના સમયે 8 થી 9 દિવસ સુધી દેશની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ નવા પ્રોજેક્ટના ખર્ચની વાત કરીએ તો, ONGC ભૂગર્ભ ગુફા બનાવવા માટે ₹5,000 કરોડ અને તેમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે ₹10,000 કરોડનું મોટું રોકાણ કરશે.

ખાસ વાત એ છે કે અત્યાર સુધી દેશના આવા તમામ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનું ફંડિંગ સંપૂર્ણપણે સરકાર કરતી હતી, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત ONGC જેવી દિગ્ગજ કંપની આટલું મોટું વ્યાવસાયિક રોકાણ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ ભારતને મુશ્કેલ સમયમાં પણ આત્મનિર્ભર રાખવામાં મદદરૂપ સાબિત થશે. 

સંબંધિત સમાચાર