બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું છે કે તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરશે અને કોર્ટમાં આત્મસમર્પણ કરશે. રોયટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેમની સાથે અવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ દેશમાં પરત ફરી કાનૂની પ્રક્રિયાનો સામનો કરશે. તેમણે કહ્યું કે જો તેમની હત્યા થઈ જાય તો પણ તેમને તેનો અફસોસ નહીં હોય, કારણ કે તેઓ પોતાના દેશની માટી પર જીવવા અને મરવા ઇચ્છે છે. શેખ હસીનાના જણાવ્યા અનુસાર, અવામી લીગના અનેક નેતાઓ અને કાર્યકરો સામે કેસ નોંધાયા છે અને ઘણા લોકો હાલ છુપાઈને રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશ પરત ફરવા અંગે સરકાર સાથે કોઈ સીધી વાતચીત થઈ નથી. લોકશાહી, ચૂંટણી અને ન્યાય જેવા મુદ્દાઓ પર કોઈ પડદા પાછળની સમજૂતી થઈ શકે નહીં, એવો પણ તેમણે દાવો કર્યો. હસીનાએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ સરકાર તેમને પરત મોકલવા માટે ભારતને પત્રો લખી રહી છે, પરંતુ તેઓએ કહ્યું કે "મને પાછા લાવવાની જરૂર નહીં પડે, હું જાતે જ પાછી ફરીશ."
જોકે, આ દાવા અંગે બાંગ્લાદેશ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ભારતે પણ કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસાના કેસમાં શેખ હસીનાને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, હસીનાનો દાવો છે કે કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સત્ય સામે આવશે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયપાકિસ્તાનથી ડ્રોન દ્વારા ડ્રગ્સનું પરિવહન કરતા ડ્રગ મોડ્યુલનો પર્દાફાશ
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસાઉદી એરપોર્ટ પર મિસાઇલ હુમલાથી ભયનો માહોલ, ભારતીયોને ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઅમેરિકાએ દેશની અગ્રણી IT કંપનીઓને ઝટકો આપ્યો, TCS એ કર્મચારીઓ અને ગ્રાહકો અંગે મોટું નિવેદન આપ્યું
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના બે એરપોર્ટ પર મોટો હુમલો, 3 લોકોના મોત થયા અને 36 ઘાયલ
2 દિવસ પહેલા
