નિટ પેપર લીક નાં વિરોધ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની આગ હવે ગુજરાતનાં બનાસકાંઠા સુધી પહોંચી છે. જિલ્લા મથક પાલનપુર માં આજે જી.ડી મોદી કોલેજ ખાતે આંદોલન કરી રહેલા કેટલાક આગેવાનોને વગર પરવાનગીએ વિરોધ કરવા બદલ પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી.
દિલ્હીનાં જંતર મંતર પર નિટ પેપર લીક મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી નાં નેજા તળે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેમજ પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિજનોને એક કરોડ રૂપિયા આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા છે. જેના અનુસંધાને ગઈકાલે અજય પાલનપુરી સહિત કેટલાક યુવાનોએ પાલનપુરનાં જી.ડી મોદી કૉલેજથી ગઠામણ દરવાજા સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. પરંતુ ટ્રાફિક તેમજ સુરક્ષાના કારણો આગળ ધરી પોલીસે રેલીની પરવાનગી આપી નહોતી, આ અંગે સામાજિક આગેવાન સાજીદ મકરાણી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ઓની સાચી માંગણી જ્યાં સુધી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી તેમના માટે લડતા રહીશું.
બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
1 દિવસ પહેલા
