રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ30 જૂન, 2026| Super Admin

પાટણ મ્યુલકાંડ ઝડપાયેલા 8 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

પાટણ મ્યુલકાંડ ઝડપાયેલા 8 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

'બેંક ખાતા ભાડે આપી છેતરપિંડીને હળવાશથી ન લઈ શકાય' : કોર્ટ 

પાટણ સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત  રૂ. 16.65 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને 139 સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીએ પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં જામીન અરજીઓ દાખલ કરી હતી, જે અદાલતે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે.આર્થિક ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, આવા કૃત્યોથી સમાજના સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 317(2), 317(4), 318(4) અને 61(2)(એ) હેઠળ નોંધવામાં આવ્યો હતો.જામીન અરજી કરનારા આરોપીઓમાં દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતીભાઈ રાવળ (હારીજ), કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, મનોજ ઉર્ફે મનુભાઈ નાથ (પાટણ), યાકુબ ઉર્ફે મુન્નો મનસૂરી, વિશાલ રાવળ (ખીમિયાણા, તા. પાટણ), ભાર્ગવ રાજેશ પટેલ (પાટણ), વિજયસિંહ ઠાકોર અને રાજુજી ઠાકોરનો સમાવેશ થાય છે. આરોપીઓએ દલીલ કરી હતી કે, તેઓ નિર્દોષ છે અને અન્ય આરોપીઓએ તેમના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. 

જોકે, સરકારી વકીલ આર. પી. ઓઝાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ એક ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે. આરોપીઓએ આર્થિક લાભ મેળવવાની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આવા આરોપીઓને સરળતાથી જામીન મુક્ત કરવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે છે.પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે બેંક ખાતું અન્ય આરોપીને ભાડે આપ્યું હતું.

આ ખાતાના ઉપયોગ થકી ઘણા નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થઈ છે અને તેમના પૈસા આ ખાતામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આરોપીએ લાલચમાં આવી ખાતું ભાડે ન આપ્યું હોત તો આવો મોટો આર્થિક ગુનો અટકી શક્યો હોત, જેથી આવા કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં. વર્તમાન સમયમાં આવા સાયબર અને આર્થિક ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. તમામ સંજોગો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ન્યાયના હિતમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવા યોગ્ય ન જણાતા કોર્ટે તમામ આઠ આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર