રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 ઑગસ્ટ, 2026| Super Admin

રાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું

રાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કેબીનો સામે રાધનપુર નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજાર વિસ્તારમાં રસ્તા પર કેબીનો અને અન્ય દબાણોના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી.

આ ફરિયાદોને પગલે નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પરના ગેરકાયદેસર કેબીનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેબીનો હટતા બજાર વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં રાહત મળવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે, કેબીન ચાલકોએ પણ નગરપાલિકા સમક્ષ પોતાની રજૂઆત કરી છે. કેબીન હટાવવાની કાર્યવાહી વચ્ચે કેબીનચાલકો માટે હંગામી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે, જેથી તેમનો રોજગાર પણ ન છીનવાય અને શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવે. હવે નગરપાલિકા દ્વારા કેબીનચાલકો માટે કોઈ વૈકલ્પિક કે હંગામી વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર