દિયોદર તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી વીજળીના કથિત દુરુપયોગનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયત કચેરીમાં ખાનગી ઈલેક્ટ્રિક કારને સરકારી વીજળીથી ચાર્જ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે. વાયરલ વીડિયોમાં તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાંથી વાયર કાઢીને ખાનગી ઈ-કારનું ચાર્જિંગ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સરકારી વીજળી અને મિલકતના ઉપયોગને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મામલો સામે આવતા TDOએ તાત્કાલિક કાર્યવાહી કરી ગાડીનું ચાર્જર હટાવડાવ્યું હતું. સાથે જ સરકારી વીજળી અને મિલકતના કથિત દુરુપયોગ અંગે સંબંધિત તલાટી કમ મંત્રી સામે તપાસ હાથ ધરી ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે તપાસમાં સરકારી વીજળીનો ખાનગી ઉપયોગ કોની જાણકારીથી કરવામાં આવ્યો હતો અને નિયમોનો ભંગ થયો છે કે નહીં તે સ્પષ્ટ થશે.
દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીથી ખાનગી ઈ-કાર ચાર્જિંગનો વીડિયો વાયરલ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા
22 કલાક પહેલા
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
