રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ7 ઑગસ્ટ, 2026| Super Admin

વાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

2025 ના વર્ષમાં વાવ તાલુકામાં આવેલા અતિભારે વરસાદને લઈને ગામમાં જે પાણીનો ભરાવો થયો હતો. એનો તો હજુ નિકાલ થયો નથી. 2026 ના ચોમાસામાં પાણી ગામમાં ઘુસી જતાં ગામમાં 1 ફૂટ ઊંડા પાણી ભરાઈ જતાં ગામ માં કાદવ કીચડ અને ગંદકીનું પ્રમાણ વધી જતાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ગતરોજ મોરિખા સરપંચ ખુમાભાઈ દેસાઈ નિવૃત તલાટી ઈશ્વરભાઈ રાઠોડ પૂર્વ સરપંચ ગગાભાઈ રાઠોડ સહિત ગ્રામજનો હાજર રહી વાવ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરિખા ગામ માં પમ્પીગ સ્ટેશન બનાવી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરવો જરૂરી છે. દર ચોમાસે મોરિખા ગામમાં સર્જાતી પુરની પરિસ્થિતિનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી પ્રચંડ જન માંગ છે.

તાજેતરમાં મોરિખાની બાજુમાં નજીવા અંતરે આવેલા વાવ તાલુકાના લાલપુરા ગામે ચાંદીપરા વાયરસ આવતાં એક 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. જો મોરિખા ગામે સતત વરસાદી પાણીના ભરાવાને લઈ ગંદકી મચ્છરનો ઉપદ્રવ થઈ રોગચાળાનો ભરડો લીધો તો મોરિખા ગામમાં પણ ચાંદીપરા વાયરસની ભીતિ સેવાઈ રહી છે. તે પૂર્વ તંત્ર સાબડું બની ગામ માંથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરાવી ગામને સ્વચ્છ સુંદર અને હરીયાળુ બનાવે તેવી લોકમાંગ છે.

ટેગ્સ:#vav

સંબંધિત સમાચાર