દાંતા ખાતે કોંગ્રેસના સ્થાનિક અને તાલુકા કક્ષાના નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે રતનપુર ખાતેથી દાંતા સુધી આશરે 1 કિલોમીટર લાંબી રેલી યોજાઈ હતી. ત્યારબાદ દાંતા, હડાદ અને અંબાજી વિસ્તારના નવનિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગેનીબેન ઠાકોરના સરકાર પર આકરા પ્રહાર: દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહા સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપના બોલવામાં અને વર્તનમાં મોટો તફાવત છે. બનાસકાંઠામાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળતું હોવાનો આક્ષેપ કરતાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, “યુરિયા ખાતર મળતું નથી, પરંતુ દારૂ કે ડ્રગ્સ જોઈએ તો તેની હોમ ડિલિવરી મળે છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સની હેરાફેરી અંગે જાણકારી હોવા છતાં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી હપ્તા પહોંચતા હોવાના કારણે આવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી.
બોર્ડર ઉપર ઘેરાવો કરશું: ગેનીબેન ઠાકોરે દારૂ અને ડ્રગ્સના મુદ્દે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે “આપણે ઝુંબેશ ઉપાડવી પડશે. કાંતિભાઈ સાથે મળીને જેટલી બોર્ડરો છે, એ બોર્ડરો ઉપર ઘેરાવો કરશું.” સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકરો અને લોકોને આ ઝુંબેશમાં સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર દારૂ, ડ્રગ્સ અને સરહદી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
દાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર
2 દિવસ પહેલા
