રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો

ડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો

એક્ટિવા ચાલક ગંભીર હદે ઇજાગ્રસ્ત

ડીસા-પાલનપુર હાઇવે પર રખડતા પશુઓને કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ભોયણ પાટીયા નજીકથી એક્ટિવા લઈને ડીસા તરફ આવી રહેલા એક વાહન ચાલક સામે અચાનક આખલો આડો આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા સવાર રોડ પર પટાકાઈને ફંગોળાતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.​ઘટના અંગે આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. સંદેશો મળતાં જ ડીસા ૧૦૮ ની ટીમ સમયસૂચકતા દાખવી ઘટનાસ્થળે દોડી આવી હતી. ૧૦૮ ની ટીમે ઈજાગ્રસ્ત ચાલકને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.

 ​આ બનાવને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ડીસા-પાલનપુર હાઇવે પર સતત વધતા જતા રખડતા પશુઓના ત્રાસને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક વાહન ચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે, હાઇવે પર અડિંગો જમાવીને બેસતાં રખડતાં પશુઓ સામે તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં આવે. જેથી આવા જીવલેણ માર્ગ અકસ્માતો અટકાવી શકાય.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર