રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭ મી જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડીસા ખાતે આવેલી વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડીસા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કારોબારી સમિતિના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શહેર અને તાલુકામાંથી આવેલા કોંગ્રેસના કાર્યકર ભાઈ-બહેનોએ હાજરી આપી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, "પૂજ્ય બાપુના સત્ય, અહિંસા અને સર્વોદયના આદર્શો આજે પણ એટલા જ પ્રાસંગિક છે." ઉપસ્થિત સૌએ ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલીને સમાજ અને રાષ્ટ્રસેવા માટે સદૈવ સંકલ્પબદ્ધ રહેવા અને તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.





