રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 સપ્ટેમ્બર, 2026| Super Admin

ખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !

ખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !

પાલનપુર માર્કેટ યાર્ડમાં કિસાન સંઘની બેઠકમાં પડતર પ્રશ્નો મુદ્દે ઉગ્ર ચર્ચા

પાક ધિરાણ માફીથી લઈ બટાકા સબસિડી, રી-સર્વે અને બાયપાસના વળતર સહિતની માંગણીઓ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર માર્કેટ યાર્ડના હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કિસાન સંઘના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર હોવાનો મુદ્દો ઉઠાવી હવે આરપારની લડત માટેની રણનીતિ ઘડવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ખેડૂતો દ્વારા બટાકા પાક માટે યોગ્ય સબસિડી, ચાલુ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ ને ધ્યાનમાં રાખીને પાક ધિરાણ ની સંપૂર્ણ માફી તેમજ રૂ.5 લાખ સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની માંગ કરવામાં આવી હતી. ખેતીના ઓજારોની સબસિડીમાં ચાલતી ડ્રો પ્રથા બંધ કરીને દરેક પાત્ર ખેડૂતને લાભ આપવા પણ માંગ ઉઠી હતી. આ ઉપરાંત જમીન રી-સર્વેમાં થયેલી ભૂલો તાત્કાલિક સુધારી કામગીરી પૂર્ણ કરવી, ખેડૂતોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી તથા વડગામ અને કાંકરેજ તાલુકામાં પાઇપ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરી સ્થાનિક તળાવો ભરવાની માંગ પણ બેઠકમાં કરવામાં આવી હતી.

બેઠકમાં આગામી મહાસભાને સફળ બનાવવા તાલુકા અને ગ્રામ્ય સ્તરે ખેડૂતોને જોડવાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું પાલનપુર તાલુકા કિસાન સંઘ ના પ્રમુખ માવજીભાઈ લોહે જણાવ્યું હતું.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર