રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

ડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસા સંકુલમાં આવેલ સંસ્થા પરિવારની કોલેજો ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રીમતી ચંદનબેન એસ. એસ. શાહ બી.સી.એ. કોલેજ તથા શ્રી પરાગભાઈ ટી. પટેલ સાયન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ, ડીસાના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ હાઈજીન સેલના કન્વીનર ડૉ. સુનિતાબેન એલ. ઠક્કર દ્વારા થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પ -2026 નું આયોજન કરવામાં આવ્યું. 

પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીગ 100 ટકા થઈ શકે અને દરેક વિદ્યાર્થી આ કેમ્પમાં થેલેસેમિયા પરીક્ષણ માટે પોતાના બ્લડ સેમ્પલ આપી શકે તે હેતુથી સમગ્ર કેમ્પનું આયોજન બે તબક્કામાં કરવામાં આવેલ. જેમાં પ્રથમ તબક્કામાં તા. 22/09/2026 થી તા. 24/09/2026, મંગળવાર થી ગુરુવાર દરમિયાન વિદ્યાર્થીઓના કુલ 1727 બ્લડ સેમ્પલ એકત્રિત કરી ટેસ્ટીંગ માટે રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ. સ્ક્રીનીંગ કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સોસાયટી રેડ ક્રોસ સોસાયટી ડીસા તાલુકા બ્રાન્ચમાંથી પ્રમુખ નટુભાઈ પટેલ, મંત્રી વિનોદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ રાજપુત તથા રોટરી ક્લબ, ડીસામાંથી પ્રમુખ શશિનભાઈ મેવાડા, મંત્રી પરીનભાઈ પંડયા તેમજ અન્ય સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હેલ્થ એન્ડ હાઈજીન સેલના તમામ સભ્યો, બી.સી.એ. કોલેજના આચાર્ય હિતેશભાઈ મેઢ અને બી.એસસી.કોલેજના આચાર્ય ડૉ. ખુશ્બુબેન ઠક્કર, ત્રણેય કોલેજોના સમગ્ર સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થી સ્વયંસેવકોનો સાથ અને સહકાર મળી રહ્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર