રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 સપ્ટેમ્બર, 2026| Super Admin

ચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !

ચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !

રૂ.1.50 લાખ કોર્ટમાં જમા છતાં ફરિયાદીને વધુ રૂ.81 હજાર ચૂકવવાનો હુકમ

પાલનપુરના ચેક રિટર્નના મહત્વના કેસમાં બનાસકાંઠાના નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એન.આર. જોશી દ્વારા ફરિયાદીના કાયદેસરના હિતોને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ હુકમ કરવા માં આવ્યો છે. આરોપીએ ચેક મુજબની રૂ.1.50 લાખની સમગ્ર રકમ કોર્ટમાં જમા કરાવ્યા બાદ પણ ફરિયાદીને વધુ રૂ.81,000નું વળતર 30 દિવસમાં ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી બાબુભાઈ ઈશ્વરભાઈ નાઈએ તા. 10-10-2016ના રોજ ફરિયાદી પાસેથી રૂ.1,50,000 ઉછીના લીધા હતા. આ રકમ પરત આપવા માટે આરોપીએ રૂ.1 લાખ તથા રૂ.50 હજારના બે ચેક આપ્યા હતા. બંને ચેક બેંકમાં રજૂ કરતાં રિટર્ન થતાં ફરિયાદીએ પાલનપુરની કોર્ટમાં ક્રિમિનલ કેસ નં.1657/2017 થી ફરિયાદ દાખલ કરી હતી.

 આ કેસમાં નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, પાલનપુર દ્વારા તા. 22-05- 2023 ના રોજ આરોપીને એક વર્ષની સજા તેમજ ચેકની રૂ.1,50,000ની રકમ ચૂકવવા નો હુકમ કરવામાં આવ્યો હતો.આ હુકમથી નારાજ આરોપી એ વર્ષ 2023માં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અપીલની સુનાવણી દરમિયાન આરોપી દ્વારા ચેક મુજબની રૂ.1.50 લાખની સંપૂર્ણ રકમ કોર્ટમાં જમા કરાવવામાં આવી હતી.  જોકે, સમગ્ર કેસની દલીલો પૂર્ણ થયા બાદ ફરિયાદી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી ભાવેશભાઈ રાવલે ફરિયાદીને મળવા પાત્ર રકમ, વ્યાજ તથા વળતર સહિતના મુદ્દાઓ અંગે અસર કારક રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈ બનાસકાંઠાના નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એન.આર. જોશીએ આરોપીની અપીલ શરતી રીતે મંજૂર કરી હતી.

કોર્ટના હુકમ મુજબ ફરિયાદીને વધુ રૂ.81,000નું વળતર 30 દિવસની અંદર ચૂકવવાનું રહેશે તેમજ તેની રસીદ/ચુકવણીનો પુરાવો ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. સાથે જ કોર્ટમાં જમા કરાવવામાં આવેલી ચેકની રૂ.1.50 લાખની રકમ ફરિયાદી ઉપાડી શકે તેવો પણ હુકમ કરવામાં આવ્યો છે.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર