આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામેના એક ચકચારી કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ સાથે બનેલી એક વિવાદાસ્પદ ઘટના અને કાનૂની અવરોધ ઉભો કરવાના મામલે આ ચુકાદો સંભળાવ્યો છે.
ધારાસભ્ય અને તેમની પત્ની સહિત તમામ આરોપીઓને સજા અદાલતે આ મામલાને ગંભીરતાથી લઈને: MLA ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ સાથે જ પ્રત્યેક આરોપીને રૂ. ૨૫ હજારનો આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ કાનૂની કલમો હેઠળ સજા ફટકારવામાં આવતાં જ ભરૂચ અને નર્મદા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ખળભળાટ મચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ નવેમ્બર ૨૦૨૩માં નોંધાયેલી એક કાનૂની ફરિયાદ સાથે જોડાયેલો છે. ધારાસભ્ય અને અન્ય આરોપીઓ પર આરોપ હતો કે, તેમણે સરકારી ફરજ પર રહેલા ફોરેસ્ટ (વન વિભાગ) ના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારે વિવાદ સર્જાયો હતો, જેને પગલે ચૈતર વસાવાએ કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા માટે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું હતું. હવે લાંબી ન્યાયિક પ્રક્રિયા અને દલીલોના અંતે અદાલતે આ કેસમાં પોતાનો આખરી નિર્ણય આપ્યો છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદ

સંબંધિત સમાચાર
ગુજરાતનોકરાણીઓથી સાવધાન! અનેક ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરીઓનો પર્દાફાશ
2 દિવસ પહેલા
ગુજરાત"હું આ દુનિયા છોડી રહી છું, મારા પતિએ તેના પરિવારને ખુશ રાખવો જોઈએ," એક મહિલાએ પોતાના પગ પર લખીને આત્મહત્યા કરી
5 દિવસ પહેલા
ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવાનો એક ચોંકાવનારો કિસ્સો
5 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે ફાંસી લગાવી આત્મહત્યા કરી
6 દિવસ પહેલા
