રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 જૂન, 2026| Super Admin

HNGU પાટણ એક્શન મોડમાં: નવી શિક્ષણ નીતિ (NEP) અને LIC રિપોર્ટ પર મહત્વના નિર્ણયો લેવાયા

HNGU પાટણ એક્શન મોડમાં: નવી શિક્ષણ નીતિ (NEP) અને LIC રિપોર્ટ પર મહત્વના નિર્ણયો લેવાયા

નવા સત્રથી ઓનર્સ, સંશોધન અભ્યાસક્રમો અને ફી માળખા અંગે પણ જરૂરી નિર્ણય કરાયા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો.કે.સી.પોરિયાના અધ્યક્ષ સ્થાને એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત ઓનર્સ અને સંશોધન અભ્યાસક્રમો તેમજ કોલેજોના LIC રિપોર્ટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે જે કોલેજોના LIC રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તે તમામ રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત, નવા શૈક્ષણિક સત્રથી NEP અંતર્ગત સેમેસ્ટર 7 અને 8 માં ઓનર્સનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે.

આ અભ્યાસક્રમ માટે અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સરકારી કોલેજોને હવે LIC પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવશે, જ્યારે ખાનગી કોલેજોમાં LIC ફરજિયાત રહેશે. ઓનર્સ વિથ રિસર્ચનો અભ્યાસક્રમ ચલાવતી તમામ કોલેજોમાં LIC પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવશે.ફી માળખા અંગે, ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચના સેમેસ્ટર 7 માં, સેમેસ્ટર 6 માં વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી ફી જ એડહોક ધોરણે સેમેસ્ટર 7 અને 8 માં લેવાનો નિર્ણય કરાયો હતો. યુનિવર્સિટી સંલગ્ન SI કોલેજો માટે પણ નિયમો નક્કી કરાયા, જેમાં એક ડિવિઝનમાં 60 વિદ્યાર્થીઓ ફાળવવાનું નક્કી થયું.આ બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ અને સમિતિના સભ્ય દિલીપભાઈ ચૌધરી સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર