રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 ઑક્ટોબર, 2026| Super Admin

રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે હારીજના સોઢવ ગામના યુવકનું કરુણ મોત

રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે હારીજના સોઢવ ગામના યુવકનું કરુણ મોત

રાધનપુર-મહેસાણા હાઇવે પર નર્મદા કેનાલ અને IOCL કંપની પાસે એક અકસ્માત થયો હતો. અહીં પગપાળા જઈ રહેલા હારીજ તાલુકાના સોઢવ ગામના ભરતભાઈ પરમારને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ટક્કર વાગતા ભરતભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત કર્યા પછી વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે લગભગ પોણા બાર વાગ્યે IOCL કંપનીનો સ્ટાફ રાધનપુર ચા-નાસ્તો કરવા નીકળ્યો હતો. નર્મદા કેનાલ પાસે તેમણે ભરતભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં જોતાં તેઓ તરત જ ભરતભાઈને રાધનપુરની ખાનગી હોસ્પિટલ અને પછી સરકારી રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા.જોકે, સારવાર દરમિયાન ભરતભાઈનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના મોટા ભાઈ પ્રવિણભાઈ રાધનપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રવિણભાઈની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર