રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 ઑક્ટોબર, 2026| Super Admin

પાટણ અને બનાસકાઠામાં 250 લીઝ બંધ : ઓનલાઇન હરાજીથી બ્લોક અપાશે

પાટણ અને બનાસકાઠામાં 250 લીઝ બંધ :  ઓનલાઇન હરાજીથી બ્લોક અપાશે

બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદમાંથી પસાર થતી બનાસ નદીમાં 10 વર્ષની મુદત પૂરી થતાં અંદાજે 250 જેટલી રેતીની લીઝો સરકારી આદેશ બાદ બંધ કરી દેવામાં આવી છે.લીઝો બંધ થવાના કારણે બજારમાં રેતીની અછત સર્જાઈ છે, જેના લીધે પ્રતિ સ્ટોકમાં રહેલ ટન રેતીના ભાવમાં 80 થી 100 સુધીનો સીધો વધારો નોંધાયો છે.

સરકાર હવે જુની પધ્ધતિ પ્રમાણે લીઝ ફાળવણી બંધ કરી નવી ઓક્શન (હરાજી) પદ્ધતિથી બ્લોક ફાળવવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયામાં અંદાજે એક માસથી વધુ સમય લાગશે અને ઊંચી બીડ રકમને કારણે આગામી દિવસોમાં રેતી મોંઘી થતા મકાન અને બાંધકામ ક્ષેત્રે લોકો પર મોંઘવારીનું ભારણ વધશે.ભૂસ્તરશાસ્ત્ર અને ખાનિજ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર 2026 થી મુદત પૂર્ણ થયેલી તમામ લીઝો પરથી મશીનરી હટાવી લેવાની કડક સૂચના આપવામાં આવી હતી.

બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં આવેલી આ 250 લીઝો માંથી દરરોજ આશરે 1500 જેટલા ટર્બો/ટ્રક રેતી ભરાઈને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ શહેરો સુધી જતી હતી.રાજ્યમાં 70% રેતી નો સપ્લાય પાટણ બનાસકાંઠાની લીઝ માંથી થઈ રહ્યો હતો.હાલમાં સપ્લાય અચાનક અટકી જતાં રેતી ટ્રાન્સપોર્ટ એસોસસિએશન દ્વારા ભાવ વધારાની નોટિસ જાહેર કરવામાં આવી છે, જેનાથી સામાન્ય નાગરિકો માટે ઘરનું સ્વપ્ન મોંઘું બનશે.

હરાજીમાં પ્રોસેસિંગ ફી 20 ગણી વધી ગઈછે. બ્લોક મેળવવા માટે જ લાખો રૂપિયા રોકાણ કરવા પડશે. ઊંચી બોલી લગાવીને બ્લોક લીધા પછી અમારે રેતીના ભાવ ઊંચા રાખવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ પ્રક્રિયા પૂરી થઈને નવી લીઝ શરૂ થવામાં 1 મહિનો નીકળી જશે, ત્યાં સુધી બજારમાં અછત અને ભાવ વધારો રહેશે.

સંબંધિત સમાચાર