રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણીઓ માટે ધરણા કર્યા

પાટણમાં પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણીઓ માટે ધરણા કર્યા

જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યકક્ષાએ આંદોલનની ચીમકી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો.અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા ભર માંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે,શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં 23 ઓગસ્ટ 2010 પહેલાંના શિક્ષકો માટે TET પરીક્ષાનો મુદ્દો અને વર્ષ 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, H-TET મુખ્ય શિક્ષકોને નજીકની શાળામાં બદલી આપવા, BRC અને CRC ના કૂલિંગ પિરિયડ અંગે યોગ્ય નિર્ણય લેવા અને બિન-શૈક્ષણિક કામગીરીઓ સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ 6 થી 8 ના શિક્ષકોને યોગ્ય ગ્રેડ-પે મળે તેવી પણ માંગણી કરાઈ હતી.જિલ્લા કક્ષાના ઘરણા અને જિતેન્દ્રકુમાર પટેલે આગામી રણનીતિ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારના ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ માંથી શિક્ષકો જોડાશે. આજની કાળઝાળ ગરમીમાં પણ 1000 થી 1100 થી વધુ શિક્ષકો પોતાના હક માટે ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર