રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 જુલાઈ, 2026| Super Admin

હારિજ પોલીસે શંકાના આધારે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો ઝડપ્યો

હારિજ પોલીસે શંકાના આધારે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો ઝડપ્યો

પુરવઠા ટીમની તપાસ અંતે આ સરકારી જથ્થો ન હોવાનું ખુલ્યું

હારિજ પોલીસને રોડા ગામ પાસે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો શંકાસ્પદ લાગતાં અટકાવ્યો હતો. પોલીસ મથકે લાવી સરકારી અનાજ હોવાની આશંકાએ પુરવઠા વિભાગે તપાસ કરતાં જથ્થો ખેડૂતનો હોવાનું ખુલ્યું હતું.ત્યારબાદ પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી ટ્રક અને અનાજ માલિકને પરત સોંપ્યું હતું.હારિજ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રોડા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બાજરી ભરેલા ટેમ્પાને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રક માંથી અંદાજે 74 કટ્ટા બાજરી મળી આવતાં અનાજના જથ્થા અંગે શંકા ઊભી થઈ હતી.જેના પગલે પોલીસે તાત્કાલિક પુરવઠા મામલતદાર ને ઘટના સ્થળે બોલાવી વધુ તપાસ કરાવી હતી.

પુરવઠા વિભાગે સ્થળ પર પહોંચી બાજરીના જથ્થાની ચકાસણી કરતાં આ અનાજ સરકારી કંટ્રોલ અથવા રેશનિંગનો ન હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસમાં માલૂમ પડ્યું કે બાજરીનો જથ્થો એક ખેડૂતનો હતો. અને વેચાણ માટે પેઢીમાં લઈ જવામાં આવી રહ્યો હતો.પુરવઠા વિભાગે લેખિત અહેવાલ આપ્યા બાદ પોલીસે કાયદેસરની પૂછપરછ કરી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યારબાદ બાજરીનો જથ્થો અને ટેમ્પાને તેના માલિકને પરત સોંપી રવાના કરવામાં આવ્યા હોવાનું પી.આઇ એ.જે મહેરીયા એ જણાવ્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર