કાંકરેજ તાલુકાના રવીયાણા ગામે બનાસકાંઠા એસ.ઓ.જી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગુપ્ત બાતમીના આધારે એક મોટી રેડ કરીને અફીણના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ઓ.જી પોલીસે રવીયાણા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં રહેણાંક ઢાળિયામાં અચાનક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી ૭૪૪.૧૦ ગ્રામ ગેરકાયદેસર અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અફીણના આ જથ્થા સાથે અમરા પટેલ નામના એક ઈસમને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે અફીણ અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૪,૭૭,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી અમરા પટેલની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કાંકરેજના રવીયાણામાંથી એસ.ઓ.જી. એ અફીણ ઝડપી પાડ્યું : એકની અટકાયત
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
