રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 જૂન, 2026| Super Admin

બોગસ ડોક્ટરો સાવધાન! હારીજ અને સમીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું નેટવર્ક એસઓજીએ ઝડપી પાડ્યું

બોગસ ડોક્ટરો સાવધાન! હારીજ અને સમીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું નેટવર્ક એસઓજીએ ઝડપી પાડ્યું

હારીજ તથા સમી પંથકમાં મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે બોગસ ડોકટરોને પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી (બોગસ) ડોકટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની જિલ્લા પોલીસ વડાએ આપેલ સુચનાને લઈ પાટણ એસ.ઓ.જી પો.ઇન્સ.જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ પાટણ એસ.ઓ.જી ની ટીમે બાતમી હકીકત આધારે હારીજ પો.સ્ટેના જુના માકા ગામે ચામુંડા માતાજી મંદિર પાસે આવેલ એક દુકાનમાં કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરનાર બોગસ ડોકટર સંજયભાઇ સ/ઓ હરીશંકર જાતે વ્યાસ ઉ.વ.30 રહે, પાટણ નિરમલનગર પાસે બાલાજી વિલા મકાન નં-21 તા.જી. પાટણવાળાને એલોપેથીક દવાઓ,ઇન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.9526.14 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા સમી પો.સ્ટે વિસ્તારમા માંડવી ગામે દુધડેરીની પાછળ રાવળવાસમા નરેશકુમાર જયંતીજી વાઘેલા રહે. શિહોરી તા.કાંકરેજ જી.બનાસકાંઠાવાળા બોગસ ડોકટરને દવાઓ, મેડીકલ સાધનો મળી કિ.રૂ. 26375 ના મુદ્દામાલ સાથે પકડી  બંને ઇસમો વિરુધ્ધ બી.એન.એસ-2023ની કલમ-319(2)તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબનો બંને ઇસમો વિરુધ્ધ હારીજ તથા સમી પો.સ્ટે.ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર