રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ25 જૂન, 2026| Super Admin

થરાદના વાંતડાઉ ચેકપોસ્ટ પરથી લાખોના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

આગામી તાજીયા અને મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ એલર્ટ પર છે, ત્યારે જ પોલીસે બોર્ડર પરથી લાખો રૂપિયાના ઘાતક મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.મળતી વિગત અનુસાર, જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની 'ઝીરો ટોલરેન્સ' નીતિ અંતર્ગત ગુજરાત અને રાજસ્થાન સરહદને જોડતી વાંતડાઉ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં થરાદ પીઆઇ એ.જી. રબારી અને તેમની ટીમે તેને રોકી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ૨૯.૫૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ૮૮ હજાર રૂપિયાથી વધુ છે. પોલીસે ડ્રગ્સ અને મોપેડ મળીને કુલ રૂ. ૧,૪૮,૭૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ સાજીદખાન ઉર્ફે આતિશ અયુબભાઈ રાઉમા, રહેવાસી થરાદ વખારવાસ તરીકે થઈ છે.થરાદ પોલીસે આરોપી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ માદક પદાર્થ પહેલીવાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે. જો કે, આ ડ્રગ્સ નેટવર્કના તાર રાજસ્થાનના સાંચોર સાથે જોડાયેલા છે, જેમાં સામેલ અન્ય આરોપી અરમાન ચૌહાણને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર