લવ જેહાદ મામલો : ડીસાના ધારાસભ્ય તેમજ વિવિધ સંગઠનો દ્વારા કોલેજ પ્રશાસન સાથે બેઠક

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં લવ જેહાદ મુદ્દે થયેલ ફરિયાદ અનુસંધાને સોમવારે ડીસા ધારાસભ્ય, એબીવીપી અને વિવિધ  હિન્દૂ સગઠનો દ્વારા ડી.એન. પી. આર્ટસ અને કોમર્સ કોલેજ પ્રશાસન સાથે બેઠક કરી કોલેજની સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત કરવા માટે તાકીદ      કરી  હતી.
ડીસામાં બે દિવસ અગાઉ હિન્દૂ યુવતીને લઘુમતી યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિ ઉજાગર થતા આ  મામલે પીડિત યુવતી દ્વારા ડીસા ઉત્તર પોલીસ મથકે  ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના પગલે પોલીસે ગણતરીના કલાકોમાંએ લઘુમતી યુવકની ધરપકડ પણ કરી હતી જોકે  ભોગ બનનાર યુવતી ડીસાની કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે દરમિયાન કોલેજ માં અભ્યાસ ન કરતો હોવા છતાં આ યુવક કોલેજ અવાર નવાર આવતો હતો અને તે દરમિયાન તે આ યુવકના સમ્પર્ક માં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે ડીસાની કોલેજમાં લાંબા સમયથી  બિન અધિકૃત રીતે અનેક આવારા યુવકો ફરતા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવતા આ મામલે  ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા,   વિવિધ હિન્દૂ સંગઠનો અને એબીવીપીના કાર્યકરો ડીસા કોલેજમાં રજુઆત માટે પહોંચ્યા હતા જ્યાં  કોલેજ નિયામક છગનભાઈ પટેલ , પ્રિન્સિપાલ રાજુભાઇ રબારી સહિત પ્રોફેસરો જોડે બેઠક કરી આ પ્રવૃતિને નાથવા કોલેજની સિક્યુરિટી મજબૂત કરવા ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત આઈ કાર્ડ તેમજ વધુ સીસીટીવી  કેમેરા મૂકી કોલેજની વિધાર્થીનીઓની સુરક્ષાની બાબત ઉપર ખાસ ભાર મુક્યો હતો તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની પણ તાકીદ કરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.